ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતા 4ના મોત

02:31 PM Sep 12, 2024 IST | Bhumika
Advertisement

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના નવી મંડી કોતવાલી વિસ્તારમાં સ્થિત દિલ્હી-દેહરાદૂન નેશનલ હાઈવે 58 પર એક અકસ્માત થયો હતો. એક અનિયંત્રિત કાર પાછળથી રોડ કિનારે પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. પોલીસે મૃતકોના મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

Advertisement

આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોની ઓળખ જુગલ, ભોલા, લીલા અને રાહુલ તરીકે થઈ છે. આ કરૂણ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોમાં મંગેરામ અને બબલુનો સમાવેશ થાય છે. ગંભીર રીતે ઘવાયેલા ત્રણ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટનાની માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ભારે જહેમત બાદ ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર તમામ લોકો અલીગઢના રહેવાસી છે. આ ઘટના બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ જતાં પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
accidentaccident deathindiaindia newsMuzaffarnagarMuzaffarnagar newsUttar PradeshUttar Pradesh news
Advertisement
Next Article
Advertisement