રેપ કેસમાં પૂર્વ સાંસદ રેવન્ના દોષિત જાહેર, ન્યાયાધીશનો ચુકાદો સાંભળતા જ પૂર્વ સાંસદ કોર્ટમાં જ રડી પડ્યો
કર્ણાટક જેડીએસના પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને આજે કોર્ટે દુષ્કર્મના આરોપમાં દોષિત ઠેરવ્યા છે કોર્ટ આવતીકાલે એટલે કે 2 ઓગસ્ટે સજા જાહેર કરશે. કોર્ટનો નિર્ણય સાંભળતાં જ રેવન્ના કોર્ટમાં ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા. બેંગલુરુમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સંબંધિત કેસોની સુનાવણી માટે રચાયેલી વિશેષ અદાલતે આ નિર્ણય આપ્યો છે. FIR નોંધાયાના માત્ર 14 મહિના પછી આ નિર્ણય આપવામાં આવ્યો છે.
પ્રજ્વલ રેવન્ના સામે નોંધાયેલા બળાત્કાર કેસમાં સાડીને એક મહત્વપૂર્ણ પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે પૂર્વ સાંસદે ઘરેલુ નોકરાણી પર એક વાર નહીં પણ બે વાર બળાત્કાર કર્યો હતો. પીડિતાએ ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો અને તેની પાસે સાડી પણ હતી, જેને તેણે પુરાવા તરીકે રાખી હતી. તપાસ દરમિયાન, તે સાડી પર શુક્રાણુના નિશાન મળી આવ્યા હતા, જેના કારણે કેસ વધુ મજબૂત બન્યો હતો. આ સાડી કોર્ટમાં નિર્ણાયક પુરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી.
પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) અને IT એક્ટની અનેક કલમો હેઠળ આરોપો ઘડવામાં આવ્યા હતા. કોર્ટ હવે કાલે સજાની જાહેરાત કરશે.
કર્ણાટકની હાસન લોકસભા સીટ પરથી સાંસદ પ્રજ્વલ રેવન્ના આ વખતે પણ ચૂંટણી લડી રહ્યા છે. 26 એપ્રિલે થયેલા બીજા તબક્કાના મતદાન પછી તેના ઘણા અશ્લીલ વીડિયો વાઈરલ થવા લાગ્યા હતાં. ત્યારબાદ પ્રજ્વલ અચાનક ગાયબ થઈને જર્મની પહોંચી ગયો હતો. પ્રજ્વલ અને તેના પિતા એચડી રેવન્ના સામે દાખલ થયેલી એફઆઈઆર બાદ એચડી રેવન્નાની ધરપકડ થઈ હતી, પરંતુ તેઓ કેટલાક દિવસ જેલમાં રહ્યા પછી જામીન પર બહાર આવી ગયા હતા. તે દરમિયાન જેડીએસે પ્રજ્વલ રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો હતો. એસઆઈટીએ બેંગ્લુરુના કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી પ્રજ્વલની ધરપકડ કરી હતી.