For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કર્ણાટકના પૂર્વ સીએમ એસ.એમ. કૃષ્ણાનું નિધન

11:26 AM Dec 10, 2024 IST | Bhumika
કર્ણાટકના પૂર્વ સીએમ એસ એમ  કૃષ્ણાનું નિધન
Advertisement

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી, વિદેશ મંત્રી અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ એસ.એમ. કૃષ્ણાનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમણે આજે સવારે બેંગલુરુ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને આજે મદ્દુર લઈ જવામાં આવશે. એસ.એમ. કૃષ્ણાનો જન્મ 1932માં થયો હતો. તેમનું પૂરું નામ સોમનાહલ્લી મલ્લૈયા કૃષ્ણા છે.

એસ.એમ. કૃષ્ણા 1999થી 2004 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી અને 2004 થી 2008 સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ રહી ચૂક્યા હતા. 22મી મે 2009ના રોજ વડાપ્રધાન મનમોહન સિંહે કૃષ્ણાને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કર્યા અને 23મી મે 2009ના રોજ વિદેશ મંત્રાલયની જવાબદારી સોંપી. માર્ચ 2017માં એસએમ કૃષ્ણા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. 2023માં સરકારે એસ.એમ. કૃષ્ણાને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા.

Advertisement

કર્ણાટકના માંડ્યાથી ઘણી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના શાસનમાં મંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ 1983-84ની વચ્ચે ઈન્દિરા ગાંધી અને 1984-85ની વચ્ચે રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન ઉદ્યોગ અને નાણા રાજ્યમંત્રી બન્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement