રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઈન્ટેલ ઈન્ડિયાના ભૂતપૂર્વ વડા અવતાર સૈનીનું કેબ અડફેટે મોત

11:51 AM Feb 29, 2024 IST | Bhumika
Advertisement

ઈન્ટેલ ઈન્ડિયાના ભૂતપૂર્વવડા અવતાર શૈનીને સાયકલ રાઈડ દરમિયાન એક કેબે ટક્કર મારતા તેમનું મૃત્યુ થયું હતું.આ અંગે મળતી વિગત મુજબ અવતાર સૈની (68), ભૂતપૂર્વ ઈન્ટેલ ઈન્ડિયા ક્ધટ્રી હેડ, જે સાથી સાયકલ સવારો સાથે રાઈડ પર હતા, તેઓ બુધવારે સવારે 5.50 વાગ્યાની આસપાસ નેરુલમાં પામ બીચ રોડ પર એક કેબ દ્વારા નીચે પટકાયા હતા. ચેમ્બુરના રહેવાસીને ઇન્ટેલ 386 અને ઇન્ટેલ 486 માઇક્રોપ્રોસેસર પર કામ કરવાનો શ્રેય આપવામાં આવ્યો હતો. તેમણે પેન્ટિયમ પ્રોસેસરની ડિઝાઇનનું નેતૃત્વ કર્યું.

Advertisement

વરલીમાં દોડવીર રાજલક્ષ્મી વિજયના મૃત્યુને એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં બનેલી આ ઘટના, મુંબઈ પ્રદેશમાં સાઈકલ સવારો, રાહદારીઓ અને દોડવીરો માટે કેટલા જોખમી રસ્તાઓ છે તેની બીજી યાદ અપાવે છે, કેબે સૈનીની સાયકલને પાછળથી ટક્કર મારી હતી અને આગળના પૈડાં નીચે તેની ફ્રેમ બાંધીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

Tags :
Avtar Sainiindiaindia newsIntel India
Advertisement
Next Article
Advertisement