ચંદ્રાબાબુ રાહુલ ગાંધીના સંપર્કમાં આંધ્રના પૂર્વ સીએમ જગન રેડ્ડીનો દાવો
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ જગન મોહન રેડ્ડીએ ચોંકાવનારો દાવો કરી રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે, મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના સંપર્કમાં છે. આ સાથે તેમણે વોટ ચોરી મામલે પણ રાહુલ પર ગંભીર આક્ષેપ કર્યો છે.
જગન મોહન રેડ્ડીએ રાહુલ પર નિશાન સાધીને સવાલ કર્યો છે કે,રાહુલ ગાંધી જોરશોરથી વોટ ચોરીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, પરંતુ તેઓ આંધ્રપ્રદેશમાં વોટ ચોરીનો મુદ્દો કેમ ઉઠાવતા નથી? આનું કારણ એ છે કે, ચંદ્રબાબુ નાયડુ રાહુલ ગાંધીના સંપર્કમાં છે. YSRCPના પ્રમુખે કહ્યું કે,રાહુલ ગાંધી વોટ ચોરીની વાતો કરી રહ્યા છે.તો પછી તેઓ આંધ્રપ્રદેશ અંગે કેમ કશું બોલતા નથી? આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું જાહેર થયેલ પરિણામ અને મતગણતરી દિવસના ઓપિનિયન પોલમાં 12.5 ટકા મતનું અંતર હતું. આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા હતા, તો પછી રાહુલ કેજરીવાલ વિશે કેમ કશું બોલતા નથી? તેઓ આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી મામલે વાત કરતા નથી.
કારણ કે ચંદ્રબાબુ નાયડુ રેવંત રેડ્ડી દ્વારા હોટલાઈન પર રાહુલ ગાંધીના સંપર્કમાં છે.