ટ્રેનમાં માત્ર રૂા.70માં અને સ્ટેશન પર 80માં મળશે ભોજન
ભારતમાં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનમાં લાંબા અંતરની મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા પણ કરોડોમાં છે. જો તમે પણ લાંબા અંતરની મુસાફરી કરો છો તો તમને ખબર પડશે કે આવી મુસાફરીમાં ખોરાક કેટલું જરૂૂરી છે. જે લોકો ઘરેથી ખોરાક લાવી શકતા નથી તેઓ સ્ટેશન પર ઉપલબ્ધ ખોરાક પર અથવા ટ્રેન પેન્ટ્રીમાં રહેલા ખોરાક પર આધાર રાખે છે. રેલવે મંત્રાલયે તેમના સત્તાવાર એકસ એકાઉન્ટ પર વેજ મીલ (સ્ટાન્ડર્ડ કેસરોલ)ની કિંમત અને તેનું સંપૂર્ણ મેનુ શેર કર્યું છે.
વેજ મીલ (સ્ટાન્ડર્ડ કેસરોલ)નું મેનુમાં પ્લેન રાઈસ (150 ગ્રામ)જાડી દાળ અથવા સંભાર (150 ગ્રામ), દહીં (80 ગ્રામ), 2 પરાઠા અથવા 4 રોટલી (100 ગ્રામ), શાકભાજી (100 ગ્રામ), અથાણાનું પેકેટનો સમાવેશ થાય છે. રેલવે મંત્રાલયે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે, સ્ટેશન પર ઉપલબ્ધ વેજ મીલ (સ્ટાન્ડર્ડ કેસરોલ)ની કિંમત 70 રૂૂપિયા છે, જ્યારે ટ્રેનોમાં તેની કિંમત 80 રૂૂપિયા છે.
જો રેલવે સ્ટેશન પર અથવા ટ્રેનમાં તમારી મુસાફરી દરમિયાન તમને કહેવામાં આવે કે વેજ મીલ (સ્ટાન્ડર્ડ કેસરોલ)ની કિંમત વધુ છે અથવા તેના મેનુમાં ખાદ્ય પદાર્થોની સંખ્યા ઓછી છે તો તમે રેલવેનું આ ટ્વીટ રેસ્ટોરન્ટ અથવા પેન્ટ્રી કર્મચારીને બતાવી શકો છો. જો આ પછી પણ કર્મચારી સંમત ન થાય તો તમે રેલવેને ફરિયાદ કરી શકો છો.