આંદામાન-નિકોબારમાં ટાપુઓ પાસેથી પાંચ ટન ડ્રગ્સ ઝડપાયું
એક માછીમારની અટકાયત, મધદરિયે એજન્સિઓનું ઓપરેશન
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આજે સવારે આંદામાન નિકોબાર ટાપુઓ પાસેથી અત્યાર સુધીનું સૌથી મોટુ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આજે સવારે બંગાળની ખાડીમાં એક બોટમાંથી આશરે પાંચ ટન જેટલું ડ્રગ્સ પકડાયું છે.
અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે આજે સવારે બંગાળની ખાડીમાં ભારતીય કોસ્ટગાર્ડને મળેલ બાતમીના આધારે બોટમાંથી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. કોસ્ટગાર્ડની તટરક્ષક જહાજોની કંપનીઓએ મળેલી બાતમીના આધારે સમુદ્રમાં વોચ ગોઠવી હતી.
આ વોચને આધારે કોસ્ટગાર્ડના આધારે એક માછીમારી બોટની અટકાયત કરી હતી. આ બોટની તપાસ દરમિયાન અંદાજે પાંચ ટન જેટલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. હાલ આ ઓપરેશન ચાલુ છે અને કોસ્ટગાર્ડ દ્વારા તમામ માછીમારોની અટકાયત કરીને પુછપરછ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી અરબી સમુદ્રમાં જ ગુજરાત નજીકના દરિયાકાંઠેથી મોટી માત્રામાં આંતરરાષ્ટ્રીય સરહદ મારફતે ડ્રગ્સ ઘુસાડવામાં આવતુ ંહતું. પરંતુ આજે બંગાળની ખાડીમાં પણ આંદામાન નિકોબાર ટાપુ પાસેથી પહેલી વખત આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે. હાલ અધિકારીઓએ આ કેટલા કરોડની કિંમતનું ડ્રગ્સ છે તે વિશે જણાવ્યું નથી પરંતુ ડ્રગ્સની માત્રા જોતા આ અત્યાર સુધીમાં પકડાયેલ સૌથી મોટુ ક્ધસાઈમેન્ટ હશે તેવું માની રહ્યા છે.