રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાહુલ ગાંધીની ન્યાયયાત્રામાં તા.26થી પાંચ દિવસનો વિરામ

11:43 AM Feb 21, 2024 IST | Bhumika
Advertisement

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં 26મી ફેબ્રુઆરીથી 1લી માર્ચ સુધી પર વિરામ રહેશે. આ દરમિયાન રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે. રાહુલે લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવાનું છે. રાહુલ લંડનથી પરત ફરશે અને 2 માર્ચે રાજસ્થાન થઈને મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. આ પહેલા રાહુલની યાત્રા આજે ઉન્નાવ થઈને કાનપુર પહોંચશે. કાનપુરમાં પ્રવાસમાં બે દિવસનો વિરામ રહેશે. આ પછી રાહુલ ગાંધી 24 અને 25 માર્ચે પશ્ચિમ ઉત્તર પ્રદેશનો પ્રવાસ કરશે.

Advertisement

આ પહેલા મંગળવારે (20 ફેબ્રુઆરી 2024) રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજનાને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું કે, આ યોજનાને કારણે દેશમાં શહીદોમાં ભેદભાવ શરૂૂ થઈ ગયો છે અને દેશ માટે બલિદાન આપનાર બહાદુર સૈનિકને શહીદનો દરજ્જો આપવામાં આવી રહ્યો નથી. રાહુલ તેમની માતા સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં ન્યાય યાત્રા દરમિયાન જનસભાને સંબોધિત કરી રહ્યા હતા.
રાહુલે કહ્યું, તેમના (અગ્નવીર જવાન) મૃતદેહને ફેંકી દેવામાં આવશે. તેના પરિવારને ન તો પેન્શન મળશે કે ન તો કોઈ પ્રકારની મદદ. અગ્નિવીર સૈનિકો સેનામાં જોડાશે પરંતુ ચાર વર્ષ પછી ચારમાંથી ત્રણ અગ્નિવીરને બહાર કાઢી નાખવામાં આવશે. એવું કહેવામાં આવશે કે તમારી અહીં જરૂૂર નથી.

Tags :
indiaindia newsrahul gandhi
Advertisement
Next Article
Advertisement