For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શરમજનક ઘટના!! બિહારમાં ચાલુ એમ્બ્યુલન્સમાં મહિલા પેશન્ટ પર ગેંગરેપ, ડ્રાઈવર અને ટેકનિશિયને કર્યું કૃત્ય

06:22 PM Jul 26, 2025 IST | Bhumika
શરમજનક ઘટના   બિહારમાં ચાલુ એમ્બ્યુલન્સમાં મહિલા પેશન્ટ પર ગેંગરેપ  ડ્રાઈવર અને ટેકનિશિયને કર્યું કૃત્ય

Advertisement

બિહારના ગયાજી જિલ્લામાંથી એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં ગયા ગુરુવારે હોમગાર્ડની ભરતી દોડ દરમિયાન એક મહિલા બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ, તેણીને હોસ્પિટલ લઈ જતી વખતે, એમ્બ્યુલન્સ ડ્રાઇવર અને ટેકનિશિયને સાથે મળીને રસ્તામાં મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલો પ્રકાશમાં આવતાં હોબાળો મચી ગયો. પોલીસે એમ્બ્યુલન્સ ડ્રાઇવર અને ટેકનિશિયનની ધરપકડ કરી છે.

બિહારના બોધગયા વિસ્તારમાં ગુરવારે આ ઘટના બની હતી. બોધગયા વિસ્તારના BMP 3 પરેડ ગ્રાઉન્ડમાં હોમગાર્ડ ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી. જેની પરીક્ષા આપવા આવેલ મહિલા કેન્ડિડેટ રેસ દરમિયાન બેભાન થઈઈ હતી. ત્યાં હાજર લોકોએ તાત્કાલિક સ્થળ પર તૈનાત એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી.

Advertisement

એસએસપી આનંદ કુમારે કહ્યું કે આ ઘટનાની જાણ પીડિતા દ્વારા કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ ડ્રાઇવર વિનય કુમાર અને ટેકનિશિયન અજિત કુમારની માહિતી મળ્યાના 2 કલાકમાં ધરપકડ કરવામાં આવી છે. પીડિતાએ કહ્યું કે તેણીને હોસ્પિટલ લઈ જતી વખતે, ડ્રાઇવર અને કામદારોએ ચાલતી એમ્બ્યુલન્સની અંદર બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો.

પુરાવા એકત્ર કરવા માટે એફએસએલ ટીમને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઘટનાસ્થળે લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ દ્વારા બંને આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. આ કેસમાં બોધગયા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

યુવતી બીએમપી-3માં હોમગાર્ડ ભરતી માટે રનિંગ ટેસ્ટ આપવા માટે ગયાજી આવી હતી. આ દરમિયાન તેની તબિયત બગડી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. તે દરમિયાન બે યુવકોએ એમ્બ્યુલન્સમાં તેના પર ગેંગરેપ કર્યો. હોસ્પિટલ પહોંચ્યા પછી, જ્યારે છોકરી ભાનમાં આવી, ત્યારે તેણે હોસ્પિટલના ડોક્ટરોને બળાત્કાર વિશે જાણ કરી. 26 વર્ષીય પીડિતા ઇમામગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે. તેણે પોલીસને જણાવ્યું - એમ્બ્યુલન્સમાં 3 થી 4 લોકો હતા, તેઓએ બેભાન અવસ્થામાં મારી સાથે ગેંગરેપ કર્યો.

Advertisement
Tags :
Advertisement
Advertisement