For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટંકારાના રામપર ગામે ઘરમાં ઘૂસી ધોકા મારી બે કારમાં કરી તોડફોડ

11:57 AM Dec 08, 2025 IST | Bhumika
ટંકારાના રામપર ગામે ઘરમાં ઘૂસી ધોકા મારી બે કારમાં કરી તોડફોડ

ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા યુવકના પિતાજીને આઠ માસ પહેલા ગામમાં રામપીર મંદિરના ધુળના ઢગલા બાબતે કૌટુંબિક સભ્યો સાથે ઝઘડો થયેલો હોય જેના ખાર આરોપીઓ ફોરવીલ કાર લઈને આવી યુવકના રહેણાંક મકાનના પાર્કિંગના વરંડામાં પ્રવેશી યુવકની બંને કારમા તોડફોડ કરી તેમજ અન્ય વસ્તુઓની તોડફોડ કરી નાસી ગયા હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

Advertisement

ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા પરિક્ષિત સિંહ રણુભા ઝાલા (ઉ.વ.33) એ આરોપી રામદેવસિંહ અજમલસિંહ ઝાલા રહે. ગોંડલ મૂળ ગામ નાના રામપર ટંકારા તથા અન્ય સતા શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પિતાજીને આઠ માસ પહેલા રામપર ગામના રામાપીરના મંદીરના ધુળના ઢગલા બાબતે કૌટુંબિક સભ્યો સાથે ઝઘડો થયેલ હોય જેના ખાર રાખીને આરોપી રામદેવસિંહ અજમલસિંહ ઝાલા તથા બીજા સાતેક માણસો ત્રણ ફોરવીલ કાર લઇને આવીને આરોપીએ લોખંડનો પાઇપ તથા બીજા માણસોએ લાકડા ધોકા વડે ફરીયાદીના વરંડામા રાત્રી દરમ્યાન પ્રવેશ કરીને પાર્ક કરેલ ફરીયાદીની ફોરવીલ કાર નં. GJ-36- L-6620 તથા GJ-03- HK-6620 વાળાના કાચ ફોડી નાખી બંને કારમા કિ રૂૂ- 40 000 સુધીનુ નકશાન કરીને તથા સી.સી.ટી.વી.તોડી નાખીને નુકશાન કરીને તથા દરવાજાને હોલ કરીને નુકશાન કરીને નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement