કોરોના જેવા વાઇરસ HMPVની ભારતમાં એન્ટ્રી, 8 મહિનાની બાળકી થઇ સંક્રમિત
વિશ્વને હચમચાવી દેનાર કોવિડ-19 રોગચાળા બાદ ચીનમાં HMPV નામના વાયરસે દસ્તક આપી છે. હવે ભારતમાં તેનો પહેલો કેસ સામે આવ્યો છે. બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં HMPV વાયરસ મળી આવ્યો છે. કર્ણાટક આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ રિપોર્ટ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી. સામાન્ય રીતે આ વાયરસ બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ એક પ્રકારનો ફલુ છે. આ વાયરસ ફ્ેલાવાના સ્ટ્રેન વિશે હજી જાણી શકાયું નથી. પરંતુ સરકાર દ્વારા આરોગ્ય તંત્રને એલર્ટ કરી દેવાયું છે અને આ અંગેની એડવાઇઝરી પણ બહાર પાડી દેવામાં આવી છેે.
હ્યુમન મેટાપ્યુમો વાયરસના કેસ માટે અલગ આઇસોલેશન પ્રોટોકોલ જાળવવામાં આવે છે જેવી રીતે કોરોના કાળમાં અલગથી દર્દીઓ માટે વોર્ડ ઉભા કરવામાં આવતા તે રીતે આ વાયરસની અસર જણાતા બાળકોને અલગ આઇશોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે. આ ઉપરાંત જરૂર પડે ત્યાં ઓકિસજનની ઉપલબ્ધતા કરાવવા માટે પણ સરકારે એડવાઇઝરી બહાર પાડી છે.
સરકારે એડવાઇઝરીના ભાગ રૂપે હોસ્પિટલોને ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસ ચેપ (SARI) ના કેસોની IHIP પોર્ટલ દ્વારા તાત્કાલિક જાણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. શંકાસ્પદ કેસ માટે કડક આઇસોલેશન પ્રોટોકોલ અને સાર્વત્રિક સાવચેતીઓનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. સચોટ દેખરેખ સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલોએ SARI કેસ અને લેબોરેટરી દ્વારા પુષ્ટિ થયેલ ઈન્ફલ્યુએન્ઝા કેસોના યોગ્ય દસ્તાવેજો જાળવવા જરૂૂરી છે. તેમને ઓક્સિજનની સાથે હળવા કેસોની સારવાર માટે પેરાસિટામોલ, એન્ટિહિસ્ટેમાઈન્સ, બ્રોન્કોડિલેટર અને કફ સિરપની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.
ચીનમાં શ્વસન સંબંધી બિમારીઓમાં વધારો થવાના અહેવાલોને ધ્યાનમાં રાખીને આ ભલામણો કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2 જાન્યુઆરી, 2025 સુધીના ડેટા અનુસાર, ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP), નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અપડેટ્સ શ્વસન સંબંધી રોગોમાં કોઈ નોંધપાત્ર વધારો દર્શાવતા નથી. ની ગેરહાજરીની પુષ્ટિ થાય છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને વધુ વિગતો આપીશું. આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક (DGHS) ડો. અતુલ ગોયલે જણાવ્યું હતું કે માનવ મેટાપ્યુમો વાયરસ એ અન્ય શ્વસન વાયરસની જેમ છે, જે સામાન્ય શરદીનું કારણ બને છે. તેમણે કહ્યું કે તે યુવાનો અને વૃદ્ધ લોકોમાં ફ્લૂ જેવા લક્ષણોનું કારણ બની શકે છે.
આ વાઇરસનો ચેપ લાગતા કેવા લક્ષણો જોવા મળે છે?
હ્યુમન મેટાપ્યુમોવાયરસ અથવા એચએમપીવી નામનો આ વાયરસ એક એવો વાયરસ છે જેના લક્ષણો સામાન્ય શરદીના લક્ષણો જેવા જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં, તે ઉધરસ અથવા વહેતું નાક અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. HMPV ચેપ નાના બાળકો અને વૃદ્ધોમાં ગંભીર હોઈ શકે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં આ વાયરસ ગંભીર બીમારીનું કારણ બની શકે છે. આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. હવે દિલ્હીના મેડિકલ ઓફિસરોએ વાયરસ સંબંધિત પડકારોનો સામનો કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે.