મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી સમયે લાગી આગ, પૂજારી સહિત 13 દાઝ્યા
- વડાપ્રધાને ઘટનાને દર્દનાક ગણાવી
આખા દેશમાં કાલે 25 માર્ચે હોળીની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ઉજ્જૈન મહાકાલ મંદિરમાં એક ભયાનક અકસ્માત થયો હતો. મંદિરમાં સવારે ભસ્મ આરતી દરમિયાન આગ લાગતા મુખ્ય પૂજારી સહિત 13 લોકો દાઝી ગયા હતાં. આ ઘટના અંગે પીએમ મોદીએ તેના પર ટ્વિટ કર્યું છે પીએમ મોદીએ કહ્યું, ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં બનેલી ઘટના ખૂબ જ દર્દનાક છે. હું ઘાયલ ભક્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને તમામ શક્ય મદદ કરી રહ્યું છે.
મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે કહ્યું કે, ભગવાનની કૃપાથી કોઈ મોટી દુર્ઘટના થઈ નથી. એક રીતે આ એક ખતરાની ઘંટડી છે, અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. હું ઉજ્જૈન અને ઈન્દોર બંને જગ્યાએ ઘાયલ લોકોને મળ્યો છું. મેં તપાસના આદેશ આપ્યા છે. ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવશે અને અમે વહીવટીતંત્રને 1 લાખ રૂૂપિયા આપીને તમામને મદદ કરવા જણાવ્યું છે. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે અમે જરૂૂરી પગલાં લઈશું.
ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટર પર આ ઘટના વિશે પોસ્ટ કર્યું અને કહ્યું, પમુખ્યમંત્રી મોહન યાદવ સાથે વાત કરી છે અને ઉજ્જૈનના શ્રી મહાકાલ મંદિરમાં આગની ઘટના અંગે માહિતી મેળવી છે. સ્થાનિક પ્રશાસન ઘાયલોને મદદ અને સારવાર આપી રહ્યું છે. હું બાબા મહાકાલને પ્રાર્થના કરું છું કે ઘાયલો ઝડપથી સાજા થાય.