For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

2024ની ચૂંટણી, ભાજપે 1493 અને કોંગ્રેસે 620 કરોડ વાપર્યા

06:23 PM Jun 21, 2025 IST | Bhumika
2024ની ચૂંટણી  ભાજપે 1493 અને કોંગ્રેસે 620 કરોડ વાપર્યા

ભાજપને 6268 અને કોંગ્રેસને 592.48 કરોડનું દાન મળ્યું, ADRનો રિપોર્ટ જાહેર

Advertisement

ભારતીય લોકશાહીના સૌથી મોટા મહાપર્વ, 2024ની લોકસભા ચૂંટણી અને ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના નાણાકીય પાસાંઓ પરથી પડદો ઉંચકતો એક સનસનાટીભર્યો અહેવાલ સામે આવ્યો છે. ખાનગી ચૂંટણી નિરીક્ષક સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ દેશના શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) એ 32 રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોમાં સૌથી મોટો દાન મેળવનાર અને સૌથી વધુ ખર્ચ કરનાર પક્ષ તરીકે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે.

ADR રિપોર્ટના આંકડા મુજબ, ભાજપને કુલ રૂ. 6,268 કરોડનું દાન મળ્યું હતું. આ આંકડો 32 પક્ષોને મળેલા કુલ રૂ. 7,445.56 કરોડના દાનના 84.18% જેટલો વિશાળ હિસ્સો ધરાવે છે. તેની સરખામણીમા મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસને માત્ર રૂ. 592.48 કરોડનું દાન મળ્યુ જે કુલ દાનના 7.96% છે. આ તફાવત ભાજપની નાણાકીય તાકાત અને તેના સમર્થનોની વિશાળતા સ્પષ્ટપણે દર્શાવે છે.

Advertisement

કુલ મળીને પાંચ રાષ્ટ્રીય પક્ષોને રૂ. 6,930.24 કરોડ (93.08%) દાન તરીકે મળ્યા જ્યારે પ્રાદેશિક પક્ષોને રૂ. 515.32 કરોડ (6.92%) મળ્યા. ભાજપ અને કોંગ્રેસ પછી સૌથી વધુ દાન મેળવનારા પક્ષોમાYSR-કોંગ્રેસ (રૂ. 171.753 કરોડ), TDP (રૂ. 107.93 કરોડ ) અને CPI(M) (રૂ. 62.74 કરોડ ) નો સમાવેશ થાય છે.ચૂંટણી ખર્ચની દ્રષ્ટિએ પણ ભાજપે મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. ભાજપે કુલ રૂ. 1,493.91 કરોડ ખર્ચ્યા હતા જે તમામ પક્ષો દ્વારા કરવામાં આવેલા કુલ રૂ. 3,352.81 કરોડના ખર્ચના 44.56% જેટલો છે. કોંગ્રેસ રૂ. 620.14 કરોડ અથવા કુલ ખર્ચના 18.50% સાથે બીજા ક્રમે રહી.રાષ્ટ્રીય પક્ષોએ કુલ રૂ. 2,204.31 કરોડ (65.75%) ખર્ચ કર્યા, જ્યારે પ્રાદેશિક પક્ષોએ રૂ. 1,148.49 કરોડ (34.25%) ખર્ચ કર્યા. અન્ય મુખ્ય પક્ષો જેમણે સૌથી વધુ ખર્ચ કર્યો તેમા YSR કોંગ્રેસ (રૂ. 325.67 કરોડ), BJD (રૂ. 278.03 કરોડ) અને તૃણમૂલ કોંગ્રેસ (રૂ. 147.68 કરોડ) નો સમાવેશ થાય છે.

ખર્ચનાવિશ્ર્લેષણમાં દર્શાવવામાં આવ્યું છે કે પ્રચાર હેઠળનો ખર્ચ યાદીમાં ટોચ પર છે જેમાં પક્ષોએ તેમના કુલ જાહેર ખર્ચના રૂ. 2,008.29 કરોડ (53.52%) ખર્ચ કર્યા છે. મુસાફરી ખર્ચ રૂ. 795.41 કરોડ અંદાજવામાં આવ્યો હતો જ્યારે ઉમેદવારોને એક સાથે ચૂકવણી કરવા માટે રૂ. 402.17 કરોડ ખર્ચવામાં આવ્યા હતા.
ડિજિટલ ઝુંબેશ પર, પક્ષોએ રૂ. 132.08 કરોડ ખર્ચ કર્યા હતા જ્યારે તેમના ઉમેદવારોના ગુનાહિત ભૂતકાળ પ્રકાશિત કરવા માટે રૂ. 28.25 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે ડિજિટલ ઝુંબેશ પર રૂ. 83.03 કરોડ ખર્ચ સાથે BJD ટોચ પર છે ત્યારબાદ કોંગ્રેસે રૂ. 47.69 કરોડ ખર્ચ્યા છે જ્યારે ભાજપે આશ્ચર્યજનક રીતે માત્ર રૂ. 1.06 કરોડ ખર્ચ કર્યા છે. આ દર્શાવે છે કે ભાજપે કદાચ પરંપરાગત પ્રચાર માધ્યમો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

ભાજપે પ્રચારમાસૌથી વધુ રૂ. 983.92 કરોડ ખર્ચ્યા જેમા રૂ. 715.54 કરોડ જાહેરાતો, રૂ. 187.68 કરોડ પ્રચાર સામગ્રી અને રૂ. 80.69 કરોડ જાહેર સભાઓમાં ખર્ચ્યા. કોંગ્રેસે કુલ રૂ. 422.05 કરોડ જાહેરાતો, રૂ. 73.72 કરોડ પ્રચાર સામગ્રી અને રૂ. 7.19 કરોડ જાહેર સભાઓમા ખર્ચ્યા.

અહેવાલમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે પક્ષો દ્વારા મુસાફરી પાછળ રૂ. 795.41 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. આમાથી ભાજપે તેના સ્ટાર પ્રચારકો માટે મુસાફરી ખર્ચ પર રૂ. 439.46 કરોડ ખર્ચ્યા હતા જ્યારે કોંગ્રેસ માટે તે રૂ. 112.53 કરોડ હતા.

ખર્ચ નિવેદનો ફાઇલ કરવામાં વિલંબ: પારદર્શિતા પર પ્રશ્ન:
ચૂંટણી પંચ (ઊઈ) ના નિયમ મુજબ પક્ષોએ લોકસભા ચૂંટણીના 90 દિવસ અને વિધાનસભા ચૂંટણીના 75 દિવસની અંદર ફરજિયાત ખર્ચ નિવેદનો ફાઇલ કરવા જરૂૂરી છે. જોકે ADR રિપોર્ટમાં જણાવાયું છે કે અઅઙ નું નિવેદન રાજ્યના આધારે 168 દિવસ મોડું આવ્યું છે અને ભાજપનું 139 થી 154 દિવસની વચ્ચે છે. આ વિલંબ રાજકીય પક્ષોની પારદર્શિતા પ્રત્યેની પ્રતિબદ્ધતા પર સવાલો ઊભા કરે છે.

આ રિપોર્ટ ભારતીય રાજકારણમાં ચૂંટણી ભંડોળ અને ખર્ચના પ્રવાહ પર ગહન પ્રકાશ પાડે છે જે પક્ષોની આર્થિક તાકાત અને તેમની પ્રચાર વ્યૂહરચના દર્શાવે છે. આ આંકડાઓ રાજકીય પક્ષોના ભંડોળ અને ખર્ચમાં વધુ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે વધુ કડક નિયમોની જરૂૂરિયાત ઊભી કરે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement