હિમાચલમાં પરફ્યૂમ કંપનીમાં ભીષણ આગ, પાંચનાં મૃત્યુ
બચાવ કામગીરી દરમિયાન ફરી આગ ભભૂકતા અવરોધ
આઠ દિવસ પહેલા હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં આવેલા ઝાડમાજરીની એક પરફ્યુમ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો ગંભીર રીતે દાઝી ગયાં હતા. અકસ્માત બાદ બચાવ કામગીરી ચાલી રહી હતી, પરંતુ શનિવારે વધુ એક મોટો અકસ્માત સર્જાયો હતો. પરફ્યુમની ફેક્ટરીમાં ફરી આગ લાગી. આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી
અને બચાવ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની મદદથી પરફ્યુમ કંપનીમાં ડ્રમ લિફ્ટિંગનું કામ કરવામાં આવી રહ્યું હતું. જેના કારણે પીડબ્લ્યુડીના કાર્યકરો શેડ કાઢી રહ્યા હતા. દરમિયાન કર્મચારીઓ કટરથી શેડ કાપી રહ્યા હતા ત્યારે કેમિકલના ડ્રમ પર સ્પાર્ક પડતા આગ ભભૂકી ઉઠી હતી. આગ દુર્ઘટનામાં અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે. લગભગ 30 લોકો ગંભીર રીતે દાઝ્યાં છે.