ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રસ્તાઓ પર થતાં પ્રાણઘાતક અકસ્માતો : જવાબદાર કોણ ?

11:07 AM Jun 14, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

અવિશ્વસનીય ઝડપે વધતા જતા માર્ગ અકસ્માતો આજે ફક્ત સમાચારપત્રોની હેડલાઈન જ નથી રહી, પરંતુ તે સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બની ચુક્યો છે. રોજ સવારે બહાર નીકળ્યા પછી આપણામાંથી કોઈને પણ એ ખાતરી નથી હોતી કે આપણે સહી સલામત ઘરે પાછા ફરીશું કે નહીં. ભયાનક પ્રાણઘાતક ઘટનાઓ માત્ર આંકડાઓ જ નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈના પરિવારનું ભવિષ્ય છીનવે છે.

Advertisement

મોટા શહેરોમાં કે મોટા રોડ પર મોટે ભાગે અકસ્માતનો ભોગ રાહદારીઓ અને મોટર સાઈકલનાં ચાલકો બન્યા છે. તેનું મુખ્ય કારણ એ પણ છે કે ખામીયુક્ત રોડ, ટ્રાફિક નિયમોનો ભંગ, ઓવર સ્પીડ, ઓવર ટેકિંગ, હેલ્મેટ વગર વાહન ચલાવવું, ક્યારેક ઓછું દેખાવું, પ્રકાશથી આંખો અંજાઈ જવી તો ક્યારેક આડેધડ ડ્રાઈવિંગ જેવા અનેક કારણો જવાબદાર છે.

જેમ જેમ રોડ રસ્તા સારા થતા ગયા તેમ તેમ અકસ્માતોનું પ્રમાણ ઘટવાને બદલે વધતું જાય છે. આવું શા માટે? આ માટે ક્યાંક ને ક્યાંક આપણે ખુદ જવાબદાર છીએ. વાહન ચલાવવાની બેદરકારી અને ટ્રાફીક નિયમોના ભંગ જ આપણી ખુદની જિંદગીને દાવ પર લગાવે છે.

અકસ્માતો અટકાવવા ઘણું કરી શકાય છે. જેમ કે જ્યાં જ્યાં અકસ્માતો વધુ સર્જાય છે ત્યાં ત્યાં થર્મોપ્લાસ્ટ રોડ માર્કિંગ, જરૂૂર જણાય ત્યાં ડાયવર્ઝન, જરૂૂર હોય તેવા સાઈન બોર્ડ જેવા કે ગો સ્લો, ગો અહેડ, બમ્પ અહેડ જેવા તો અનેક જાતના સાઈન બોર્ડ હશે જે મુકવાથી અકસ્માતોને જરૂૂર નિવારી શકાય એમ છે. ઉપરાંત રોડ પર વૃક્ષારોપણ અને જ્યાં જરૂૂર હોય ત્યાં લાઈટ ગોઠવવી જોઈએ. રોડ ખાડા ખબડા વાળા પણ ના હોવા જોઈએ. આવા તો ઘણા સાવચેતી ભર્યા પગલાં ભરીએ તો અકસ્માત જરૂૂર ટાળી શકાય.

રસ્તાઓ પછી જવાબદાર છે વાહન ચાલક. વાહન ચાલકોએ રસ્તાના નકશા, રસ્તાના વળાંકો, ડ્રાઈવિંગનો સમય વગેરે ઘણું બધું પહેલેથી જ જાણી લેવું જોઈએ. કેમ કે ઘણાને રાતના સમયે ઊંઘ આવતી હોય અને કિલોમીટર થોડા જ કાપવાના હોય તો વાહન ભગાવી મૂકે. વળી કોઈને જમ્યા બાદ ઊંઘ આવતી હોય તો પણ એ વાહનને હંકાવ્યે જ જતો હોય. ઘણા એકસાથે ત્રણથી ચાર કલાક વાહન ના ચલાવી શકતા હોય છતાં પણ ચલાવ્યા કરે. આવા તો ઘણા કારણો જવાબદાર છે કે જેનાથી અકસ્માતો સર્જાય છે.

ઘણીવાર વાહનની ક્ષમતા કરતા વધુ માણસો કે માલસામાન ભરેલો હોય તો પણ દુર્ઘટના ઘટે જ છે. હવે તો મોટાભાગની કારમાં જરાં પણ અસલામતી દેખાય ત્યારે સાયરન વાગતું હોય છે. પરંતુ મ્યુઝિક એટલું જોરથી વાગતું હોય કે આવા નાના નાના સાયરન પર ધ્યાન જતું નથી. પરિણામે બહુ મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. પાછળ આવતી કારના વોર્ન, હેડ લાઈટ કે ડિપર પર આપણું ધ્યાન જતું નથી તેથી જ કોઈ ઓવરટેક થતી કાર હડફેટે લેતી જાય છે.

વાહન ચલાવવા માટે એકાગ્રતા ખુબ જરૂૂરી છે. ઘણા આજના યંગસ્ટર્સ તો નાના બાળકને ખોળામાં બેસાડી ડ્રાઈવિંગ કરતા હોય છે. આ તદ્દન બેવકૂફી છે. તમે તમારો જીવ તો જોખમમાં મૂકો છો સાથે બાળકોને પણ? જો વારંવાર ફોન પર વાત કરવી પડતી હોય તો બ્લુટુથ વાપરો. ફોન પર વાત કરવાથી તમારું મગજ ભટકે છે અને તરત જ ધ્યાનચૂકના લીધે અકસ્માત સર્જાય.

અકસ્માતો થવાંથી મોટાભાગે નિર્દોષ વ્યક્તિઓ જ જીવ ગુમાવતા હોય છે. જેમ કે ખોટી દિશામાંથી આવતી કાર સાચી દિશામાં ચલાવનાર કારને અડફેટે લેતી જાય, તો ઘણીવાર રસ્તે ચાલતા કે સૂતા માણસો પર ટ્રક ચડાવી દે, લાઈસન્સ વગર વાહન ચલાવવું કે નાના ટેણીયાઓને વાહન ચલાવવા દેવું જેવા અનેક અકસ્માતોમાં નિર્દોષો વગર મોતે જ મોતને ભેટે છે.

Tags :
accidentindiaindia news
Advertisement
Advertisement