ખેડૂતો આનંદો, શેરડીના હવે પ્રતિ કિવન્ટલ રૂા.340નો ભાવ મળશે
કેબિનેટે શેરડીના ખરીદ ભાવ એટલે કે ઋછઙમાં વધારાને મંજૂરી આપી છે. કેબિનેટે શેરડીની પ્રાપ્તિ કિંમત 315 રૂૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 340 રૂૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી છે. શેરડીની ખરીદીમાં આઠ ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ જાહેરાત કરી હતી.
અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (ઈઈઊઅ) એ 10.25%ના રિકવરી રેટ પર 2024-25ની સિઝન માટે શેરડીની વાજબી અને વળતરકારક કિંમત (ઋછઙ) 340 રૂૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી છે. પરવાનગી શેરડીનો આ ઐતિહાસિક ભાવ છે, જે વર્તમાન સિઝન 2023-24 માટે શેરડીની ઋછઙ કરતાં લગભગ 8% વધુ છે.
ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વમાં શેરડીની સૌથી વધુ કિંમત ચૂકવી રહ્યું છે અને તેમ છતાં સરકાર ભારતના સ્થાનિક ગ્રાહકોને વિશ્વની સૌથી સસ્તી ખાંડ સુનિશ્ચિત કરી રહી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી શેરડીના 5 કરોડથી વધુ ખેડૂતો (પરિવારના સભ્યો સહિત) અને ખાંડ ક્ષેત્ર સાથે સંકળાયેલા લાખો અન્ય લોકોને ફાયદો થશે. આનાથી ખેડૂતોની આવક બમણી કરવાની મોદીની ગેરંટી પૂરી થાય છે.