ખેડૂતોએ સરકારની ઓફર ફગાવી: કાલથી ફરી દિલ્હી કૂચ
- કોન્ટ્રાક્ટનો પ્રસ્તાવ નામંજૂર, કાયદાકીય ગેરંટી તેમજ તમામ પાક માટે એમએસપીની માંગ
સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકારનાMSPના પ્રસ્તાવને ફગાવી દીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા કથિત રીતેMSP પર પાંચ વર્ષના કોન્ટાક્ટનો પ્રસ્તાવ આપ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે મીડિયા રિપોટ્સના આધારે તેમણે ખ્યાલ પડ્યો છે કે કેન્દ્ર સરકાર A2 FL 50%ના આધારે MSP પર અધ્યાદેશ લાવવાની યોજના બનાવી રહ્યું છે. ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે C2 50% થી નીચે કંઈ જ સ્વીકારાશે નહીં.
નિવેદન મુજબ, ખેડૂતોની સામે મકાઈ, કપાસ, તુવેર, મસૂર અને અડદ સહિત પાંચ પાકની ખરીદીને લઈને પાંચ વર્ષના કોન્ટ્રાક્ટનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. જો કે ખેડૂતોએ સ્પષ્ટ કર્યું કે C2 50%ના ફોર્મૂલાના આધારે જMSPની ગેરંટી જોઈએ. કિસાન મોર્ચાએ એક નિવેદનમાં કહ્યું કે ભાજપે પોતે 2014ની ચૂંટણીમાં પોતાના ચૂંટણી ઢંઢેરામાં તેનો વાયદો પણ કર્યો હતો.
કિસાન મોરચાએ કહ્યું કે- સ્વામીનાથ આયોગે 2006માં પોતાના રિપોર્ટમાં કેન્દ્ર સરકારને C2 50%ના આધારેMSP આપવાની સલાહ આપી હતી. નિવેદનમાં કહ્યું કે તે આધારે જ તમામ પાક પર તેઓMSPની ગેરંટી ઈચ્છે છે. તેના થકી કિસાન પોતાના પાક પર ફિક્સ્ડ કિંમત પર વેંચી શકશે અને તેમણે નુકસાન નહીં ઉઠાવવું પડે. મોર્ચાએ કહ્યું કે જો મોદી સરકાર ભાજપના વાયદાને લાગુ નથી કરી શકતી તો વડાપ્રધાન ઈમાનદારીથી જનતાને જણાવે.
સંયુક્ત કિસાન મોર્ચાનું કહેવું છે કે કેન્દ્રીય મંત્રી તે સ્પષ્ટ કરવા માટે તૈયાર નથી કે તેમના દ્વારા પ્રસ્તાવિતMSP અ2 ઋક 50% પર આધારીત છે કે C2 50% પર. ચર્ચામાં કોઈ પારદર્શિતા નથી જ્યારે ચાર વખત ચર્ચા થઈ ગઈ છે.
એસકેએમ દ્વારા કેન્દ્રીય મંત્રીઓને તે સ્પષ્ટ કરવાની માગ છે કે મોદી સરકાર ઋણ માફી, વીજળીનું ખાનગીકરણ ન કરવું, સાર્વજનિક ક્ષેત્રના પાક વીમા યોજના, 60થી વધુ ઉંમરના ખેડૂતોને 10000 રુપિયા માસિક પેન્શન, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીને બરતરફ કરવાની પણ માગ કરી છે.
કિસાન મોર્ચાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના સંઘર્ષને તેજ કરવા માટે, મોદી સરકારની કિસાન વિરોધ નીતિઓ અને કોર્પોરેટ ભ્રષ્ટાચારને જનતા વચ્ચે ઉજાગર કરવા માટે પંજાબની સરહદ પર આંદોલન કરી રહેલા કિસાનો પર ક્રૂર દમનને સમાપ્ત કરવાની માગ કરી છે. નિવેદન મુજબ, કિસાન મોર્ચા આગામી મીટિંગ 21-22 ફેબ્રુઆરી સુધી કરશે, જ્યાં આગળની રણનીતિઓ પર ચર્ચા કરાશે.