શેર બજાર નવી ટોચે પણ દિગ્ગજ કંપનીઓના શેરોમાં 30થી 65 ટકાના ગાબડા
પીળુ એટલું સોનું નહીં....: આ કહેવત જેવું જ શેરબજારમાં છે, છેલ્લા બાવન સપ્તાહમાં મોટા ગજાની અનેક કંપનીના શેરના ભાવ તેના ટોચના ભાવથી 65 ટકા સુધી તૂટયા
4ઓલા ઇલેકટ્રોનિકનો ભાવ 147થી 34 રૂપિયા અને બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો ભાવ 157થી 95 રૂા. થઇ ગયો
કાયનાસ ટેક 45 ટકા, કલ્યાણ જવેલર્સ 30 ટકા, તજેસ નેટવર્કસ 60 ટકા, ઉપરાંત્ત વ્હર્લપુુલ, ફીનોલેકસ કેબલ, ટ્રેન્ટ, દીપક નાઇટ્રાઇટ, ઝેન ટેકનોલોજીસ જેવી દિગ્ગજ કંપનીના શેરમાં પણ 40 થી 50 ટકાના ગાબડા પડયા છે
એક બાજુથી શેર બજારમાં સેન્સેકસ અને શીખરો સર કર્યા છે. ત્યારે એક ચોંકાવનારા આંકડા શેરોના ભાવ પર સપ્તાહના ઉચ્ચતમ શીખરથી નીચે પડયા છે. બલ્કે અનેક દિગ્ગજ કંપનીના શેરના ભાવમાં 50 થી 65 ટકાનો ઘટાડો નોંધાતા ઇન્વેસ્ટરોનાં અબજો રૂપીયાનું ધોવાણ થઇ ગયું છે.
છેલ્લા એક વર્ષમાં શેરબજારમાં ચોતરફ લેવાલી નીકળી હતી જેના ભાગરૂપે અનેક કંપનીના શેરોમાં ભારે ઉછાળો આવ્યો હતો અને નામી-અનામી કંપનીના શેર પર વીકમાં ઉચ્ચતમ લેવલ પર પહોંચ્યા હતા. પરંતુ આ સટાકીય તેજીનો પરપોટો પણ ઝડપથી ફુટી જતાં આ કંપનીના શેરમાન 40 થી 65 ટકાનો ઘટાડો આવી જતા અનેક રોકાણકારોના નાણા સલવાય ગયા છે.
છેલ્લા એક વર્ષમાં અનેક આઇપીઓ પણ લોંચ થયા બાદ તેમાં અભુતપુર્વ તેજી પણ જોવા મળી હતી. પરંતુ અત્યારે તેના ભાવ સૌથી નીચા પણ જોવા મળી રહ્યા છે. આવી કંપનીમાં ઓલા ઇલેકટ્રીક પણ સામેલ છે કે જેનો ભાવ 157 રૂપિયા સુધી પહોંચ્યા બાદ આજે માત્ર 34 રૂપીયા છે. આવીજ રીતે બજાજ ફાયનાન્સનો શેર લીસ્ટ થયા બાદ એક સમયે 148 સુધી પહોંચ્યો હતો. જે આજે 95 રૂપીયા પર ટ્રેડ થઇ રહ્યો છે.
આવી રીતે જોઇએ તેજસ નેટવર્કસનો શેર 60 ટકા, રીલાયનસ ઇન્ડ્ર 60 ટકા, ન્યુજેન સોફટવેર 51 ટકા, મોનાટા સોફટવેર 48 ટકા, આઇટીઆઇ 48 ટકા, ઝેન ટેકનોલોજીસ, રામક્રિષ્ન ફોર્જ, વ્હર્લપુલ, ફીનોલેકસ કેબલ, દીપક નાઇટ્રાઇટ અને ટ્રેન્ટ જેવી દિગ્ગજ કંપનીના શેર પણ 46 ટકા તુટયા છે. જયારે યુકો બેંક પણ 41 ટકા તુટી છે. જયારે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાનો શેર 39 ટકા તુટયો છે. આ ઉપરાંત કેટલાક શેર તેના ઉચ્ચતમ લેવલથી 30 થી 36 ટકા નીચે ટ્રેડ કરી રહ્યા છે. જેમાં કલ્યાણ જવેલર્સનો શેર 36 ટકા, રાજકોટની રાધીકા જવેલર્સનો શેર તો ઉચ્ચતમ લેવલથી 50 ટકા તુટી ગયો છે.
રાજકોટની વાત કરીએ તો જયોતી સીએનસી કંપનીનો શેર પણ તેના ઉચ્ચતમ લેવલથી 35 ટકા નીચે જોવા મળી રહ્યો છે. રીલાયન્સ પ્રેરીત આલોક ઇન્ડસ્ટ્રીઝ 31 ટકા, ટાટા એલેકસી 33 ટકા, ટીસીએસ અને ટાટા ટેકનોલોજીનો શેર પણ 30 ટકા નીચે સરકી ગયો છે. જયારે સેમી ક્ધડકટરનો પ્લાન સાથે આવી રહેલી દિગ્ગજ કંપની કાયનસ ટેકનો ભાવ હજુ બે મહીના પહેલા 7200 હતો. જયારે આજે 4000 થઇ ગયો છે. એટલે કે 45 ટકા શેર તુટયો છે.
બીજી બાજુ સન ટીવી, મઝગાવ ડોક, બલરાજપુર ચીની, ઇન્ફ્રો એજ, સ્વીગી, સુઝલોન એનર્જી, વોલ્ટાસ જેવી કંપનીના શેરમાં પણ 25થી 30 ટકાનો નોંધનીય ઘટાડો થયો છે. આ જોતા શેરબજારમાં કમાણી જ થતી નથી કયારેક સારી કંપનીના શેરમાં ગુમાવવાનું છે. એટલે જ શેરબજારમાં ટ્રેડીંગ કરતા પહેલા જ એકસચેંજ દ્વારા 10માંથી એક કે બે લોકો જ નફો લઇને જતા હોય છે.