ખેડૂતોની દિલ્હી ચલો કૂચ ગુરુવાર સુધી સ્થગિત: પોલીસ જુલમનો આરોપ
- વૈશ્વિક વ્યાપાર સંગઠન ખેડૂતોને કઇ રીતે નડી રહ્યું છે તે બાબતે કાલે સેમિનાર
સંયુક્ત કિસાન મોર્ચાએ 29 ફેબ્રુઆરી સુધી પોતાનું દિલ્હી ચલો માર્ચ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. કિસાન સંગઠનના નેતા સરબનસિંહ પંઢેરે ખનૌરી સીમા પર મીડિયાને જણાવ્યું. તેમણે કહ્યું કે- આગળની રણનીતિ પર 29 ફેબ્રુઆરીએ નિર્ણય લેવાશે અને અમે લોકો દુ:ખી છીએ, અમે અમારા યુવા કિસાન શુભકરણસિંહને ગુમાવ્યો છે. અમે નિર્ણય લીધો છે કે આજે અમે કેન્ડલ માર્ચ કાઢીશું.કિસાન નેતા પંઢેરે વધુમાં જણાવ્યું કે- 26 ફેબ્રુઆરએ ઠઝઘની એક બેઠક છે અને 25 ફેબ્રુઆરીએ શંભૂ અને ખનૌરી બંને જગ્યાએ અમે સેમિનાર કરીશું કે ઠઝઘ કિસાનોને કઈ રીતે પ્રભાવિત કરે છે. ખેડૂત નેતાએ જણાવ્યું- અમે ઠઝઘનું પૂતળું ફુંકીશું. ઠઝઘ જ નહીં અમે કોર્પોરેટ અને સરકારનું પૂતળું પણ ફુંકીશું.
સંયુક્ત કિસાન મોર્ચા તરફથી ખેડૂત નેતા સરબનસિંહ પંઢેરે વધુમાં કહ્યું- પોલીસની બર્બરતાપૂર્ણ હરકતથી હરિયાણામાં કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. સાંજે અમે બંને સીમા પર કેન્ડલ માર્ચ કાઢીશું. ઠઝઘ કિસાનો માટે કેટલું ખરાબ છે તેના પર ચર્ચા કરવા માટે અમે કૃષિ ક્ષેત્રના બુદ્ધિજીવીઓને બોલાવીશું. 27 ફેબ્રુઆરીએ અમે કિસાન યૂનિયનની બેઠક કરીશું. 29 ફેબ્રુઆરીએ આંદોલનને લઈને આગામી જાહેરાત કરીશું.
કિસાન નેતા જગજીતસિંહ ડલ્લેવાલે કહ્યું કે- અમે ઈચ્છીએ કે પંજાબ સરકાર અનિલ વીજ અને ખનૌરી બોર્ડર પર અધિકારીઓ વિરુદ્ધ ઋઈંછ કરે. સરકારના આંદોલનમાં પોતાના એજન્ટોને સામેલ કરી લીધા છે અને તેઓ અમને મારી શકે છે, પંજાબ સરકારના હાથમાં કાયદો વ્યવસ્થા છે, પરંતુ જો કોઈ અમને મારી દેશે તો તેઓ મોઢું ફેરવી લેશે. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર અને હરિયાણા સરકાર 21 ફેબ્રુઆરીની ઋઈંછ નથી કરી રહી. કિસાનની હત્યાનો અર્થ છે કે પંજાબ સરકાર કેન્દ્ર સરકારની સામે ઝુકી ગઈ છે.
ભારતીય કિસાન યૂનિયન નૌજવાનના અભિમન્યૂ કોહાર્ડે જણાવ્યું કે- ખીરી ચોપતાના કિસાન ખનૌરી બોર્ડર પર અમારી સાથે આવવા માગે છે. પોલીસે તેના પર હુમલો કર્યો, તેમણે ટ્રેકટર્સના ટાયર પંકચર કરી દીધા. 21 ફેબ્રુઆરીને હરિયાણા પોલીસે ખેડૂતોની સાથે જાનવરો જેવો વ્યવહાર કર્યો. હરિયાણા પોલીસ કિસાન વિરુદ્ધ નકલી ઋઈંછ કરે છે. હરિયાણા પોલીસે ખાલસા સહાયતા અને પાંચ મેડિકલ કેમ્પ પર હુમલાઓ કર્યા. ભારત જેવા લોકતંત્રમાં આ સહનીય નથી. અમે સુપ્રીમ કોર્ટ અને માનવાધિકાર આયોગની સામે અનેક વાત રાખવા માગીએ છીએ. બોર્ડર પર મેડિકલ સેવાઓ આપતી ગૠઘને હવે સરકાર દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે.