For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખેડૂતોનું આજે WTO ક્વિટ ડેનું એલાન, હાઈવે પર ટ્રેક્ટર પ્રદર્શન

11:37 AM Feb 26, 2024 IST | Bhumika
ખેડૂતોનું આજે wto ક્વિટ ડેનું એલાન  હાઈવે પર ટ્રેક્ટર પ્રદર્શન

MSP સહિતની અનેક માંગણીઓને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પંજાબ-હરિયાણાની બોર્ડર પરથી ખસવાના નથી. આ દરમિયાન સંયુક્ત કિસાન મોરચા (SKM)એ આજે WTOક્વિટ ડે તરીકે મનાવવાની જાહેરાત કરી છે. ખેડૂત સંગઠને કહ્યું કે ખેતીને ઠઝઘથી બાકાત રાખવામાં આવે સાથે જ જણાવ્યું હતું કે ખેડૂતો આવતીકાલે નેશનલ અને સ્ટેટ હાઈવે પર બપોરના 12 થી સાંજના 4 વાગ્યા સુધી ટ્રાફિકમાં કોઈ પ્રકારની અડચણ ન આવે તે રીતે ટ્રેક્ટર લઈને પ્રદર્શન કરશે.

Advertisement

સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે 26 થી 29 ફેબ્રુઆરી દરમિયાન અબુ ધાબીમાં યોજાનારી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ઠઝઘ)ની 13મી મંત્રી સ્તરીય પરિષદમાં વિકસીત દેશો પર કૃષિને ઠઝઘથી બહાર રાખવા માટે દબાણ લાવવું જોઈએ. ભારતની ખાદ્ય સુરક્ષા અને મૂલ્ય સમર્થન કાર્યક્રમ ઠઝઘમાં વારંવાર વિવાદોનો વિષય રહ્યા છે. હકીકતમાં, મુખ્ય કૃષિ નિકાસ કરનારા દેશોએ 2034 ના અંત સુધીમાં ખેતીને ટેકો આપવા માટે WTOસભ્યોના અધિકારોમાં વૈશ્વિક સ્તરે 50% ઘટાડાનો પ્રસ્તાવ મૂક્યો છે.

SKMએ જણાવ્યું હતું કે દેશભરના ખેડૂતો આજે WTOક્વિટ ડે તરીકે મનાવશે અને ટ્રાફિકમાં ખલેલ પહોંચાડ્યા વિના બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ટ્રેક્ટર લઈને નેશનલ અને સ્ટેટ હાઈવે પર વિરોધ કરશે.

Advertisement

બીજી તરફ દિલ્હી પોલીસે રવિવારે સિંઘુ અને ટિકરી બોર્ડરના એક ભાગમાંથી બેરિકેડ હટાવી દીધા હતા અને મુસાફરો માટે માર્ગની વ્યવસ્થા કરી હતી. પોલીસ અને અર્ધલશ્કરી દળોની તૈનાતીથી ચોવીસ કલાક કડક દેખરેખ સુનિશ્ચિત કરશે. સાથે જ એ પણ કહ્યું કે હાલમાં વાહનોની અવરજવરને મંજૂરી આપવામાં આવશે નહીં. રવિવારે, પોલીસે મુસાફરો માટે સિંઘુ અને ટિકરી બોર્ડર પર લગાવવામાં આવેલા સિમેન્ટના બે મોટા બેરિકેડ પણ હટાવી દીધા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement