ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

GST -કસ્ટમ્સ કાયદા હેઠળ ખોટી ધરપકડ થઇ શકે નહીં

04:18 PM Feb 27, 2025 IST | Bhumika
xr:d:DAExLu9lenQ:7117,j:5390088438216402076,t:23101016
Advertisement

 

Advertisement

સુપ્રીમ કોર્ટે GST એક્ટ અને કસ્ટમ્સ એક્ટ હેઠળ યોગ્ય કારણ વગર ધરપકડને ખોટી ગણાવી છે. એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ કાયદા નાગરિકોને ધમકી આપવાની મંજૂરી આપતા નથી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે જો કોઈને તેની ધરપકડનો ડર હોય તો તે આગોતરા જામીન અરજી દાખલ કરી શકે છે. આ માટે FIR નોંધાય ત્યાં સુધી રાહ જોવાની જરૂૂર નથી.

આ નિર્ણયમાં ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ એમએમ સુંદરેશની બેન્ચે 200થી વધુ અરજીઓનો નિકાલ કર્યો છે. આ અરજીઓમાં GST એક્ટ અને કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડની જોગવાઈઓના દુરુપયોગનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. 3 ન્યાયાધીશોની બેન્ચે કહ્યું છે કે CrPC અને BNSSમાં ધરપકડના મામલામાં લોકોને આપવામાં આવેલા અધિકારો GST અને કસ્ટમ્સના કેસમાં પણ લાગુ પડે છે.

સુપ્રીમ કોર્ટે આ નિર્ણયમાં પીએમએલએ કાયદા અંગે અરવિંદ કેજરીવાલ કેસમાં આપેલા આદેશને પણ ટાંક્યો છે. તે નિર્ણયમાં, પીએમએલએની કલમ 19(1)નું અર્થઘટન કરતી વખતે, એવું કહેવામાં આવ્યું હતું કે ધરપકડ કરતા પહેલા, તે નોંધવું જોઈએ કે ધરપકડ શા માટે જરૂૂરી છે. કોર્ટે હવે કસ્ટમ્સ એક્ટની કલમ 104 અને GST એક્ટની કલમ 132ને ઙખકઅની કલમ 19(1)ની સમકક્ષ ગણાવી છે, એટલે કે યોગ્ય કારણ વગર ધરપકડ કરી શકાતી નથી.

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે GST કે કસ્ટમના અધિકારીઓ પોલીસ અધિકારી નથી. તેઓ પોલીસ અધિકારીઓની જેમ સત્તાનો ઉપયોગ કરી શકતા નથી. કોર્ટે એમ પણ કહ્યું છે કે સર્ચ અને જપ્તી કામગીરી દરમિયાન GST અથવા કસ્ટમ્સ અધિકારીઓ કોઈને તેમની વિરુદ્ધ નિવેદન આપવા માટે ધમકી આપી શકે નહીં. જો કોઈને આ રીતે દબાણ કરવામાં આવે છે, તો તે કોર્ટનો સંપર્ક કરી શકે છે.

Tags :
GSTindiaindia newsSupreme Court
Advertisement
Next Article
Advertisement