પ્રેમપ્રકરણમાં ડખો : પરિણીત પ્રેમિકાને પ્રેમીએ ગળે ટૂંપો દીધો
ગોંડલના રીબડા પાસેની ઘટના : યુવાને પોતાનું સગપણ નક્કી થતા સંબંધ ટૂંકાવી લેવાનું કહેતા બબાલ
ગોંડલના રીબડા પાસે યુવાને પોતાનું સગપણ નક્કી થતાં પ્રેમ સંબંધ ટૂંકાવી લેવાનું કહેતા પરિણીત પ્રેમિકાએ ઝઘડો કર્યો હતો આવેશમાં આવેલા પ્રેમીઓ પરિણીત પ્રેમિકાને ચુંદડી વડે ગળે ટૂંપો આપી દેતા પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતી પૂજાબેન ચંદ્રેશભાઈ ડોડીયા નામની 30 વર્ષની પરિણીતા ગોંડલના રીબડા ગામે હતી ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં કેતન પ્રવીણભાઈ સીતાપરાએ ઝઘડો કરી ચૂંદડી વડે ગળે ટૂંકો આપ્યો હતો પૂજાબેન ડોડીયાને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પ્રાથમિક પૂછપરછમાં પૂજાબેનના બાર વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેણીને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે ત્રણ વર્ષ પહેલા પાડોશમાં રહેતી બહેનપણી આશાબેને કેતન સીતાપરા સાથે ઓળખાણ કરાવી હતી અને બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી અગાઉ પાંચ મહિના કેતન સાથે રહ્યા બાદ રૂા.40,000 લઈને છુટા પડ્યા હતા બાદમાં બે મહિના પહેલા કેતન સાથે મૈત્રી કરાર કર્યા હતા પાંચ દિવસ પહેલા પૂજાબેન પ્રેમી કેતન સાથે ભાગી ગઈ હતી અને બાદમાં કેતનની સગાઈ થતા બંને વચ્ચે ઝઘડો થતાં કેતન સીતાપરાએ પરિણીત પ્રેમિકા પૂજાબેન ડોડીયાને ગળે ટૂંપો આપ્યો હોવાનો પૂજાબેન ડોડીયાએ આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે ગોંડલ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.