For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નોઇડામાં હવે નકલી ઇન્ટેલિજન્સ બ્યુરોની ઓફિસ: 6ની ધરપકડ

11:06 AM Aug 11, 2025 IST | Bhumika
નોઇડામાં હવે નકલી ઇન્ટેલિજન્સ બ્યુરોની ઓફિસ  6ની ધરપકડ

નોઈડાના સેક્ટર 70માં ઈન્ટરનેશનલ પોલીસ એન્ડ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્યુરો નામની નકલી ઓફિસ ચલાવતા 6 આરોપીઓની નોઈડા પોલીસે ધરપકડ કરી છે.

Advertisement

ડીસીપી સેન્ટ્રલ નોઈડા શક્તિ મોહન અવસ્થીએ જણાવ્યું કે આરોપીઓએ નકલી દસ્તાવેજો, આઈડી કાર્ડ્સ, પોલીસ જેવા ચિહ્નો અને ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓના નામે ઓફિસ ખોલીને લોકોને છેતરવાની યોજના બનાવી હતી. આ ઓફિસ બીએસ-136, સેક્ટર 70 ખાતે કિરાયે લીધેલી એક કોઠીમાં ચાલતી હતી, જેનું ભાડાકરાર 4 જૂન, 2025ના રોજ કરવામાં આવ્યું હતું.ડીસીપી શક્તિ મોહન અવસ્થીએ જણાવ્યું કે આરોપીઓ પોતાને ઈન્ટરનેશનલ તપાસ એજન્સીના સભ્યો તરીકે રજૂ કરીને લોકોનો સંપર્ક કરતા હતા અને સત્યાપન અથવા તપાસના બહાને નાણાં ઉઘરાવતા હતા. તેઓએ ઈન્ટરપોલ, ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન અને યુરેશિયા પોલ સાથે જોડાણનો દાવો કર્યો હતો. યુકેમાં ઓફિસ હોવાનું પણ જણાવ્યું હતું. આરોપીઓએ પોલીસ જેવા રંગો, ચિહ્નો અને લોગોનો ઉપયોગ કરીને ઓફિસને સરકારી એજન્સી જેવી બનાવી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement