For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પિતા અને માતાના મૃત્યુ બાદ પણ અડિખમ રહ્યો બિહારી આકાશદીપ

12:58 PM Feb 24, 2024 IST | Bhumika
પિતા અને માતાના મૃત્યુ બાદ પણ અડિખમ રહ્યો બિહારી આકાશદીપ
  • ડેબ્યૂ મેચમાં જ 17 ઓવરમાં 70 રન આપીને 3 વિકેટ ઝડપી

રાઈટ હેન્ડ ફાસ્ટ બોલર આકાશ દીપે ટીમ ઈન્ડિયામાં પ્રવેશ માટે ઘણી મહેનત કરવી પડી હતી. આ ક્રિકેટરે 6 મહિનાના ગાળામાં જ તેના પિતા અને ભાઈને ગુમાવ્યા, ત્યારે તેના પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. આ પછી તે 3 વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો, પરંતુ રાંચીમાં તેના પ્રદર્શન માટે તેને ઘણી પ્રશંસા મળી રહી છે. ટીમ ઈન્ડિયાએ આ પ્રતિભાને ઓળખી અને તેને તક આપી હતી.

Advertisement

આકાશ દીપે તેના શાનદાર પ્રદર્શન પર કહ્યું કે, હું મારું ડેબ્યૂ મારા પિતાને સમર્પિત કરું છું. જ્યારે તે જીવતા હતા, ત્યારે હું કંઈ ન કરી શક્યો. મારું સ્વપ્ન હતું કે, તેમની સામે હું કંઈક કરુ. તેથી જ હું મારું પ્રદર્શન અને ડેબ્યૂ તેમને સમર્પિત કરું છું. તે મારા માટે ખૂબ જ લાગણીશીલ હતું. મેં એક વર્ષમાં મારા ભાઈ અને પિતાને ગુમાવ્યા હતા. મારી યાત્રા મુશ્કેલીઓથી ભરેલી રહી છે. મારા પરિવારે મોટી ભૂમિકા ભજવી છે.

આકાશ દીપે પ્રથમ દાવમાં 17 ઓવરમાં 70 રન આપીને 3 વિકેટ ઝડપી છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વિકેટની સદી પૂરી કરી છે. ડેબ્યુ કરતા પહેલા તેણે કહ્યું હતું કે, મારી પાસે ગુમાવવા માટે કંઈ નહોતું, ઘણું બધું મેળવવાનું હતું. આકાશ દીપના પિતા તેમના પુત્રને સરકારી નોકરી કરતા જોવા માંગતા હતા, પરંતુ પુત્રને ક્રિકેટ ખૂબ જ પસંદ છે. તે સરકારી નોકરી માટે પેપર આપવા જતો હતો પણ પરીક્ષામાં કંઈ લખતો ન હતો, કારણ કે તે ક્રિકેટમાં પોતાનું નામ બનાવવા માંગતો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement