For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યોગી-રાજનાથ સહિત આ VIPની સુરક્ષામાં મોટો ફેરફાર, NSG કમાન્ડોને હટાવીને CRPF તહેનાત કરવામાં આવશે

06:21 PM Oct 16, 2024 IST | Bhumika
યોગી રાજનાથ સહિત આ vipની સુરક્ષામાં મોટો ફેરફાર  nsg કમાન્ડોને હટાવીને crpf તહેનાત કરવામાં આવશે
Advertisement

કેન્દ્ર સરકારે NSG કમાન્ડોને VIP સુરક્ષા ડ્યુટીમાંથી સંપૂર્ણ રીતે હટાવવા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત આ 9 VIPની સુરક્ષાની જવાબદારી આવતા મહિના સુધીમાં CRPFને સોંપવાનો આદેશ આપ્યો છે.

ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે CRPFને VIPની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે જેમની સુરક્ષા હેઠળ NSG તૈનાત છે. ગૃહ મંત્રાલયે તાજેતરમાં CRPF VIP સુરક્ષા વિંગમાં વિશેષ પ્રશિક્ષિત કર્મચારીઓની નવી બટાલિયન ઉમેરવાની મંજૂરી આપી છે, જેમને તાજેતરમાં સંસદની સુરક્ષા ફરજોમાંથી દૂર કરવામાં આવ્યા છે.

Advertisement

CRPF આ 9 VIPની સુરક્ષા કરશે

1- યુપીના સીએમ યોગી આદિત્યનાથ
2-માયાવતી
3-રાજનાથ સિંહ
4-લાલ કૃષ્ણ અડવાણી,
5-સર્બાનંદ સોનોવાલ,
6-રમણ સિંહ,
7-ગુલામ નબી આઝાદ,
8-એન ચંદ્રબાબુ નાયડુ
9.ફારૂક અબ્દુલ્લા

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સીઆરપીએફ જેમાં છ વીઆઈપી સુરક્ષા બટાલિયન છે તેને આ હેતુ માટે બીજી સાતમી બટાલિયનને સામેલ કરવાનું કહેવામાં આવ્યું છે. નવી બટાલિયન તે હશે જે થોડા મહિના પહેલા સુધી સંસદની સુરક્ષામાં લાગેલી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે ગયા વર્ષે સંસદમાં સુરક્ષામાં ખામી સામે આવ્યા બાદ સંસદની સુરક્ષા સીઆરપીએફ પાસેથી સીઆઈએસએફને સોંપવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement