ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

10 IPL ટ્રોફી જીતાડનાર બે દિગ્ગજ કેપ્ટનના યુગનો અંત

12:47 PM Mar 22, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024 સીઝન પહેલા આવા બે ફેરફારો જોવા મળ્યા છે, જેણે રમત જગતના દિગ્ગજો સહિત ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. આ બે ફેરફારોને કારણે હવે IPLમાં બે દિગ્ગજ કેપ્ટનના યુગનો અંત આવી ગયો છે. આ બંને ફેરફારોમાં અલગ વાત એ છે કે એક કેપ્ટનને હટાવી દેવામાં આવ્યો છે, જ્યારે બીજાએ ખુદ કેપ્ટનશિપ છોડીને દિગ્ગજોને ચોંકાવી દીધા છે. મુંબઈ ઈન્ડિયન્સ(MI)રોહિત શર્મા અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમના અનુભવી ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીની. આ બંનેએ પોતાની કપ્તાનીમાં મુંબઈ અને ચેન્નાઈ માટે 5-5 વખત ખિતાબ જીત્યા છે. એટલે કે અત્યાર સુધીની 16 સિઝનમાં આ બંને કેપ્ટન 10 વખત ચેમ્પિયન બન્યા છે. રોહિતે 2013 થી 2023 સુધી પોતાની કેપ્ટન્સીમાં 5 વખત મુંબઈ ટીમને ટાઈટલ જીતાડ્યું છે. જ્યારે ધોનીએ પ્રથમ સિઝનમાં એટલે કે 2008થી 2023 દરમિયાન ચેન્નાઈની ટીમને 5 વખત ચેમ્પિયન બનાવી છે. પરંતુ IPL 2024ની સિઝન પહેલા મુંબઈની ટીમે 36 વર્ષીય રોહિતને કેપ્ટનશિપ પરથી હટાવીને 30 વર્ષના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કમાન સોંપી દીધી છે. બીજી તરફ 42 વર્ષના ધોનીએ પોતે કેપ્ટનશીપ છોડી દીધી હતી. તેણે પોતે 27 વર્ષના ઓપનર ઋતુરાજ ગાયકવાડને કમાન સોંપી છે. પંડ્યાએ અગાઉ 2022ની સિઝનમાં ગુજરાત ટાઇટન્સને તેની કેપ્ટનશિપમાં ચેમ્પિયન બનાવ્યું હતું. જ્યારે તે 2023 સીઝનની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ ગાયકવાડ IPLમાં પ્રથમ વખત કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે.

Advertisement

Tags :
cricketindiaindia newsIPLSportssports news
Advertisement
Advertisement