રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બીજે બધેય ગઠબંધન: પંજાબમાં આપ-કોંગ્રેસની ફ્રેન્ડલી ફાઈટ

05:35 PM Feb 24, 2024 IST | Bhumika
Advertisement

લાંબા સમયથી જે વિશે અસમંજશની સ્થિતિ હતી તે આપ અને કોંગ્રેસ વચ્ચે ગુજરાત, હરિયાણા, ગોવા, દિલ્હી અને ચંદીગઢની બેઠક માટે ગઠબંધન થયું છે પણ લોકસભાની 13 બેઠકો ધરાવતા પંજાબમાં સ્થાનિક નેતાઓના વિરાોધના કારણે બન્ને પક્ષો સામ સામે ચૂંટણી લડશે.

Advertisement

બન્ને પક્ષો વચ્ચે ગઠબંધન થયું છે તે મુજબ ગુજરાત 26 બેઠકો સાથે સૌથી મોટું રાજ્ય છે. અહિં કોંગ્રેસ 26માંથી 24 બેઠક લડશે પણ ગઠબંધનના મહિનાઓ પહેલા એક પક્ષીય જાહેરાત કરી આમ આદમી પાર્ટીએ ભરૂચનો ઉમેદવાર જાહેર કર્યો હતો. થોડા દિવસો અગાઉ તેણે ભાવનગર બેઠક પરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નાામનીજાહેરાત કરી હતી. હવે સત્તાવાર જાહેરાત મુજબ તે બન્ને બેઠકો આપને આપવામાં આવી છે. ભરૂચમાં સ્થાનિક કોંગ્રેસ એકમ અને અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝના વિરાોધ છતાં તે બેઠક આપને ચરણે ધરી દેવાતા કોંગ્રેસમાં બળવાની સ્થિતિ ઉભી થઈ છે. ભરૂચ બેઠકના ઉમેદવાર તરીકે ધારાસભ્ય ચૈતર વસાવાની ઉમેદવારી ખુદ કેજરીવાલે જાહેર કરી ત્યારે તેનો ખુલ્લેઆમ વિરોધ થયો હતો. કોંગ્રેસ ગુજરાતમાં બે સિવાય 24 બેઠકો લડવાની હોવા છતાં ભરૂચ અને ભાવનગર જે રીતે આપને ચરણે ધરી દેવાતા ગુજરાત કોંગ્રેસમાં ભારે કચવાટ છે અને કાર્યકરો નીચાજોણું અનુભવી રહ્યા છે.

ગુજરાત પછી 13 બેઠકો સાથે પંજાબ બીજું મહત્વની રાજ્ય છે. તેમ છતાં અહિં બન્ને પક્ષો વચ્ચે સ્થાનિક એકમોના ભારે વિરાોધના કારણે બેઠક સમજુતી થઈ નથી. આપ અને કોંગ્રેસના નેતાઓએ આજે સંયુકત પત્રકાર પરિષદમાં સામસામે લડવાની જાહેરાત કરતા ગઠબંધનનો પતવાર સામે આવ્યો છે.

એ સિવાય હરિયાણાની 10માંથી નવ બેઠકો કોંગ્રેસ લડશે. જ્યારે કુરુક્ષેત્ર આપને ફાળે ગઈ છે. કેન્દ્ર શાસિત ચંદીગઠની એક માત્ર બેઠક કોંગ્રેસ લડશે. એવી જ રીતે આમ આદમી પાર્ટી દાવો જતો કરતા બન્ને બેઠકો કોંગ્રેસ લડશે.
આમ આદમી પાર્ટી નવી દિલ્હી, પૂર્વ દિલ્હી, પશ્ચિમ દિલ્હી અને દક્ષિણ દિલ્હી બેઠકો પરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસ ચાંદની ચોક, ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ બેઠકો પર ચૂંટણી લડશે.
ગઠબંધનમાં બેઠકોની જાહેરાત કરતા આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે કહ્યું કે, ઈંગઉઈંઅ ગઠબંધન આ ચૂંટણી લડશે. અમે એક થઈને લડીશું. આ ગઠબંધન પછી ભાજપ દ્વારા બનાવવામાં આવેલી રણનીતિ પલટાઈ જશે. અમે આ ચૂંટણી જીતીશું.

પત્રકાર પરિષદમાં અઅઙ તરફથી સૌરભ ભારદ્વાજ, આતિશી, સંદીપ પાઠક હાજર રહ્યા હતા. કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદર સિંહ લવલી હાજર રહ્યા હતા.
લોકસભાની ચૂંટણી માટે ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચના પ્રથમ અઠવાડિયામાં નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે.આ સંભાવનાને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે કેટલાય દિવસોથી વાતચીત ચાલી રહી હતી. આ વચ્ચે આજે બંને પક્ષોએ સંયુક્ત પત્રકાર પરિષદમાં સીટ વહેંચણી અંગે માહિતી આપી હતી.

 

Tags :
AAP-CNGRESSaap-congress alliancesidnia newsindia
Advertisement
Next Article
Advertisement