For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધર્મશાળામાં ટીમ ઇન્ડિયાના આઠ ખેલાડીઓ કરશે ડેબ્યૂ: કાલે છેલ્લી ટેસ્ટ

12:28 PM Mar 06, 2024 IST | admin
ધર્મશાળામાં ટીમ ઇન્ડિયાના આઠ ખેલાડીઓ કરશે ડેબ્યૂ  કાલે છેલ્લી ટેસ્ટ
  • બુમરાહ વાપસી માટે તૈયાર, રજત પાટીદાર માથે સંકટ, ઇંગ્લેન્ડની ટીમમાં પણ બે ફેરફારની સંભાવના

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાળાના HPCA સ્ટેડિયમમાં રમાશે. ઈંગ્લેન્ડ આ મેચ જીતીને ભારત પ્રવાસનો અંત જીત સાથે ખતમ કરવાનો પ્રયાસ કરશે. ટીમ ઈન્ડિયા 4-1થી શ્રેણી જીતવા ઈચ્છે છે. હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરી અને સતત ત્રણ મેચ જીતીને શ્રેણી જીતી લીધી. હવે પાંચમી મેચ ધર્મશાળામાં છે, જેમાં ટીમ ઈન્ડિયાના આઠ ખેલાડીઓ ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.ધર્મશાળામાં અત્યાર સુધી માત્ર એક ટેસ્ટ મેચ રમાઈ છે. આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે માર્ચ 2017માં રમાઈ હતી. આ પછી હવે લગભગ સાત વર્ષ બાદ અહીં ટેસ્ટ મેચ યોજાઈ રહી છે અને આ વખતે પણ ટીમ ઈન્ડિયા જીતવા ઈચ્છશે.

Advertisement

ભારતે વર્ષ 2017માં રમાયેલી મેચના પ્લેઈંગ-11 અને 7 માર્ચથી રમાનારી ટીમના સંભવિત પ્લેઈંગ-11 પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયાના આઠ ખેલાડીઓનું ડેબ્યૂ નિશ્ચિત જણાય છે. 2017માં રમાયેલી ટેસ્ટ મેચમાં વર્તમાન ટીમના ત્રણ ખેલાડીઓ પ્લેઈંગ-11માં હતા. આ ત્રણ ખેલાડીઓ હતા રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ. આ ત્રણેય ઈંગ્લેન્ડ સામે પણ રમશે તે નિશ્ચિત માનવામાં આવે છે. આ ત્રણેય છેલ્લી મેચમાં પણ રમ્યા છે અને ટીમને સફળતા મળી છે. આ વખતે પણ ત્રણેય રમશે.

પરંતુ બાકીના આઠ ખેલાડીઓએ આ પહેલા ધર્મશાળામાં ટેસ્ટ મેચ રમી નથી, જેમાં રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહનું નામ પણ સામેલ છે. યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સરફરાઝ ખાન, રજત પાટીદાર, આકાશદીપ, ધ્રુવ જુરેલના નામ પણ સામેલ છે. જો ટીમ પ્લેઇંગ-11માં ફેરફાર કરે તો પણ આકાશદીપની જગ્યાએ મોહમ્મદ સિરાજને તક મળી શકે છે. આવી સ્થિતિમાં પણ ટીમ ઈન્ડિયાના આઠ ખેલાડીઓ ધર્મશાલામાં ડેબ્યૂ કરશે.

Advertisement

જસપ્રીત બુમરાહને રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ પાંચમી ટેસ્ટમાં બુમરાહ વાપસી કરવા તૈયાર છે. જ્યારે રજત પાટીદારની જગ્યાને લઈને સંકટ છવાયેલું છે, કારણ કે તેણે અત્યાર સુધી સારૂૂ પ્રદર્શન કર્યું નથી. પાંચમી ટેસ્ટ મેચમાં કેએલ રાહુલની વાપસીની આશા હતી, પરંતુ તે ઈજાને કારણે રમશે નહીં. જો ઈંગ્લેન્ડની વાત કરીએ તો ટીમે ચોથી ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા હતા. ઓલી રોબિન્સન અને શોએબ બશીરની ટીમમાં વાપરી થઈ હતી. રોબિન્સન કમરની ઈજાનો સામનો કરી રહ્યો છે, તેવામાં ધર્મશાલા ટેસ્ટમાં તેને આરામ આપવામાં આવી શકે છે. બેન સ્ટોક્સ ધર્મશાલાની પિચને જોતા માર્ક વુડને તક આપી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઈંગ્લેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ, બેન ફોક્સ, ટોમ હાર્ટલી, માર્ક વુડ, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.

Advertisement
Tags :
Advertisement
Advertisement