સંદેશખાલીના ખલનાયક શાહજહાંના ઠેકાણે સવારથી ઇડીના દરોડા
- જમીન હડપ કરવા મામલે કાર્યવાહી: અર્ધલશ્કરી દળો તૈનાત
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં ઇડી ટીમ પર હુમલાના માસ્ટરમાઈન્ડ શાહજહાં શેખ પર સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ શાહજહાં શેખ દ્વારા સંદેશખાલી અને તેની આસપાસની જમીન હડપ કરવાના સંદર્ભમાં દરોડા પાડ્યા હતા. સંદેશખાલીમાં હિંસા પહેલા જાન્યુઆરીમાં ઇડીની ટીમ રાશન કૌભાંડ કેસમાં દરોડા પાડવા શાહજહાં શેખના પરિસરમાં પહોંચી હતી. આ દરમિયાન શાહજહાંના સમર્થકો દ્વારા ઇડી ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. સીબીઆઈ હવે આ મામલાની તપાસ કરી રહી છે. કોર્ટના નિર્ણય બાદ શાહજહાં શેખની કસ્ટડીની સાથે ઇડી પર હુમલાનો કેસ પણ ઈઇઈંને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે હવે સીબીઆઈએ શાહજહાંના ભાઈ આલમગીર શેખને સમન્સ પાઠવ્યા છે.ઇડીના અધિકારીઓ મોટી સંખ્યામાં સેન્ટ્રલ ફોર્સના જવાનોને પોતાની સાથે લઈ ગયા છે. ઇડી અધિકારીઓ સાથે મહિલા કેન્દ્રીય દળની એક ટીમ પણ છે. સવારે 6.30 વાગ્યે આ ટીમ સંદેશખાલી વિસ્તારમાં પહોંચી હતી.