રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોલકાતા રેપકાંડમાં ED એક્શનમાં, 100 અધિકારીઓના કાફલા સાથે 3 સ્થળે રેડ

11:21 AM Sep 06, 2024 IST | admin
Advertisement
Advertisement

આરજી કર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદિપ ઘોષના સંબંધીને ત્યાં પણ તપાસ

કોલકાતા બળાત્કાર-હત્યા કેસ સાથે સંબંધિત આરજી કાર હોસ્પિટલ કેસમાં ઊઉ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઊઉની ટીમો ઓછામાં ઓછા 3 સ્થળોએ દરોડા પાડી રહી છે. ઊઉની ટીમ હાવડા, સોનારપુર અને હુગલી પહોંચી ગઈ છે. હુગલીની એક જગ્યામાં આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના નજીકના સંબંધીઓનું ઘર પણ સામેલ છે.

CBI કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં એક ડોક્ટર સામે નિર્દયતાના કેસની તપાસ કરી રહી છે. તપાસ હેઠળ આવેલા પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ ઈઇઈંની કસ્ટડીમાં છે. ઈઇઈંએ કોર્ટમાં 10 દિવસની કસ્ટડીની માંગણી કરી હતી પરંતુ કોર્ટે 8 દિવસની કસ્ટડી મંજૂર કરી હતી. ઈઇઈં બાદ હવે ઊઉએ પણ આ કેસ દાખલ કર્યો છે.

9 ઓગસ્ટની વહેલી સવારે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં એક મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ દારૂૂના નશામાં ધૂત આરોપી સંજય રોય એ જ બિલ્ડિંગમાં સૂતો હતો, જેને પોલીસે પાછળથી પકડી લીધો હતો. સીબીઆઈ હાલ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટના બાદ સંજય રોયની ધરપકડ અને પૂછપરછમાં ઘણા મહત્વના ખુલાસા થયા છે.

આ ઘટના બાદ સંજય રોયે જે કર્યું તે પોલીસને અનેક સવાલોમાં ફસાવી દીધી છે.પૂછપરછ બાદ જે માહિતી બહાર આવી છે તે મુજબ ઘટના બાદ સંજય રોય સીધો ચોથી બટાલિયનમાં ગયો હતો અને ત્યાં જ સૂઈ ગયો હતો. 10 ઓગસ્ટની સવારે જ્યારે તે જાગી ગયો ત્યારે તેણે ફરીથી દારૂૂ પીધો અને પાછો સૂઈ ગયો. પોલીસને શંકા જતાં તેણે હોસ્પિટલના સેમિનાર હોલની આસપાસના તમામ સીસીટીવી ફૂટેજની તપાસ કરી. આ ફૂટેજમાં સંજય રોયની ગતિવિધિઓ સાથે અન્ય લોકોની પણ ઓળખ થઈ હતી.

પીડિતાના પિતાનું કહેવું છે કે, કોલકાતા પોલીસે મૃતદેહનો ઉતાવળે અંતિમ સંસ્કાર કરીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, આ મામલો સામે આવ્યા બાદ કોલકાતા પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અમને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, કોલકાતા પોલીસ શરૂૂઆતથી જ આ કેસને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. અમને અમારી દીકરીનો મૃતદેહ જોવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી અને પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી રાહ જોવામાં આવી હતી.

પોસ્ટમોર્ટમ બાદ લાશ અમને સોંપવામાં આવી હતી. દરમિયાન એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અમને લાંચ આપવાનો પ્રયાસ કર્યો પરંતુ અમે ના પાડી દીધી. પીડિતાના પરિવારજનોનું કહેવું છે કે, તેઓએ તેમની પુત્રીને ન્યાય મેળવવા માટે જુનિયર ડોકટરોના પ્રદર્શનમાં ભાગ લીધો હતો. નોંધનિય છે કે, 10 ઓગસ્ટથી સમગ્ર બંગાળમાં દેખાવો થઈ રહ્યા છે. વિવિધ ક્ષેત્રના લોકો પીડિતા માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મામલો વેગ પકડ્યા બાદ કોલકત્તા હાઈકોર્ટે આ મામલાની તપાસ ઈઇઈંને સોંપી દીધી હતી.

Tags :
indiaindia news
Advertisement
Next Article
Advertisement