દેશમાં ફરી વકર્યો કોરોના!! એક્ટીવ કેસોની સંખ્યા 5 હજારને પાર, આ રાજ્યોમાં સૌથી વધુ અસર
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે સવાર સુધીના આંકડા મુજબ ભારતમાં એક્ટીવ કેસોની સંખ્યા 5,755 પર પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૯૧ નવા કેસ નોંધાયા છે અને ચાર લોકોના મોત થયા છે -જેમાંથી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુના લોકોનો સમાવેશ થાય છે.
કેરળ હજુ પણ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે, જ્યાં એક જ દિવસમાં ૧૨૭ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા હતા. ત્યારબાદ ગુજરાતમાં ૧૦૨, પશ્ચિમ બંગાળમાં ૨૬ અને દિલ્હીમાં ૭૩ નવા કેસ નોંધાયા હતા. એકંદરે, આ રાજ્યોએ દેશભરમાં નવા કેસોની સંખ્યા વધારીને ૩૯૧ કરી દીધી છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે હોસ્પિટલોની તૈયારી તપાસવા માટે મોક ડ્રીલ હાથ ધરી હતી.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 170 કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસનો 717 થઈ ગયો છે. હાલમાં માત્ર 23 દર્દીઓ જ એવા છે જેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે, જ્યારે 694 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. છેલ્લા 24 કલાકમાં વધુ 68 દર્દીઓ સાજા થઈ ગયા છે અને કોઈ મૃત્યુ નોંધાયુ નથી.
આજે મહારાષ્ટ્રમાં -29 નવા કેસ નોંધાયા હતા, જેના પછી રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા હવે 577 પર પહોંચી ગઈ છે. આજે વધુ એક મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 18 થયો છે.
-પશ્ચિમ બંગાળમાં 24 કલાકમાં 26 નવા કેસ અને 88 સ્વસ્થ થયા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 622 છે અને મૃત્યુઆંક હજુ પણ 1 છે.
-દિલ્હીમાં આજે 73 નવા કેસ નોંધાયા હતા. સક્રિય કેસની સંખ્યા 665 થઈ ગઈ છે. 1 જાન્યુઆરી, 2024 થી 7 મૃત્યુ નોંધાયા છે.
-છત્તીસગઢમાં આજે 17 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 41 થઈ ગઈ છે. હજુ સુધી કોઈ મૃત્યુ નોંધાયું નથી.
-હરિયાણામાં આજે 9 નવા કેસ નોંધાયા હતા. ગુરુગ્રામ અને ફરીદાબાદ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ છે. રાજ્યમાં ૮૭ સક્રિય કેસ છે અને કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૧૫૧ થઈ ગઈ છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, મોટાભાગના કેસ હળવા છે અને તેમની ઘરે સારવાર કરવામાં આવી રહી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ હવે સ્થાનિક (કાયમી) બની ગયું છે અને તેના હળવા ચેપ સમયાંતરે આવતા રહેશે, પરંતુ ગભરાવાની જરૂર નથી.