રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોલકાતામાં નશામાં ચૂર ટીવી સિરિયલના ડિરેક્ટરે ભીડ પર ચલાવી કાર, એકનું મોત, 6 ઈજાગ્રસ્ત

10:28 AM Apr 07, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

પ.બંગાળની રાજધાની કોલકાતાના સૌથી વ્યસ્ત બજારમાંથી એક ઠાકુરપુર બજારમાં રવિવારે એટલે કે ગઈકાલે એક મોટો અકસ્માત સર્જાયો હતો. બજારમાં ગઈ કાલે સવારે એક કાર ભીડ પર ફરી વળી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ મૃત્યુ પામી જ્યારે અન્ય ઘણાં ઈજાગ્રસ્ત થયા. પોલીસે આ મામલે જ્યારે તપાસ કરી તો જાણ થઇ કે કારચાલક એક જાણીતા ટીવી સિરિયલનો ડિરેક્ટર હતો. તેની સાથે કારમાં એક પ્રસિદ્ધ બંગાળી એન્ટરટેઈનમેન્ટ ચેનલના કાર્યકારી નિર્માતા સવાર હતો.

આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેઓએ ડાયરેક્ટરની કાર તોડી નાખી. પોલીસ આવે તે પહેલાં, તેઓએ કાર ચલાવી રહેલા સિદ્ધાર્થ દાસ (35)ને બહાર કાઢ્યો અને તેને માર માર્યો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સિદ્ધાર્થને બચાવ્યો હતો.

પોલીસે દાસ સાથે કારમાં મુસાફરી કરી રહેલી એક મહિલાને પણ કસ્ટડીમાં લીધી હતી. પોલીસે જણાવ્યું કે સિદ્ધાર્થ સાથે પાછળની સીટ પર અન્ય એક મહિલા બેઠી હતી. અકસ્માત બાદ તે ગઈ હતી. કોલકાતા પોલીસે દાસની ધરપકડ કરી છે.

સૂત્રોનો દાવો છે કે ડેલી સિરિયલની સફળતા બાદ બંને ઉજવણી કરવા માટે શનિવારે રાતે કોલકાતાના સાઉથ સિટી મોલમાં અડધી રાતે પાર્ટી કરવા પહોંચ્યા હતા. મોટાભાગના લોકો દારૂના નશામાં ચૂર થઇને રાતે બે વાગ્યે નીકળ્યા હતા. જોકે સિદ્ધાંત દાસ અને શ્રેયા બસુ કાર લઇને નશામાં જ નીકળી પડ્યા હતા. સૂત્રોએ કહ્યું કે તેઓ ઘરે ન પહોંચ્યા અને કારણ વિના નશામાં કાર લઈને ફરતા રહ્યા. રવિવારે સવારે અચાનક તેમની કાર ઠાકુરપુર બજારમાં ઘૂસી ગઈ અને એક પછી એક અનેક લોકોને ફંગોળી નાખ્યા. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે તેમની કાર વિષ્ણુપુર તરફથી આવતી હતી. પોલીસના જણાવ્યાનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 6 લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી છે.

 

Tags :
accidentcar accidentdeathindiaindia newsKolkataKolkata newsTV serial director
Advertisement
Advertisement