ફટિલાઇઝર મેન ઓફ ઇન્ડિયા મનાતા ડો.ઉદય શંકર અવસ્થી આવતીકાલે ઇસ્કોના MD પદેથી નિવૃત્ત થશે
વિશ્વની નંબર વન સહકારી સંસ્થા, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ સોસાયટી (IFFCO) માં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. IFFCO ના મોટા ચહેરા બનેલા ડો. ઉદય શંકર અવસ્થી હવે તેમના મેનેજિંગ ડિરેક્ટર નહીં રહે. IFFCO બોર્ડ મીટિંગમાં લેવાયેલા નિર્ણય મુજબ, તેઓ 31 જુલાઈના રોજ નિવૃત્ત થશે, એટલે કે તેમનો કાર્યકાળ લંબાવવામાં આવશે નહીં. ત્યાર બાદ, આગામી MD કોણ હશે તે અંગે ચર્ચાઓ શરૂૂ થઈ ગઈ છે.
દુનિયાની સૌથી મોટી સહકારી કંપનીની કમાન હવે કોણ સંભાળશે અને આ મોટા ફેરફાર પછી કેટલાક ડિરેક્ટરો બદલાશે કે કેમ તે અંગે અટકળો ચાલી રહી છે. ડો. અવસ્થીના નેતૃત્વમાં ભારતે નેનો યુરિયા અને નેનો ડીએપી રજૂ કર્યા છે, જેના પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો IFFCOની આ શોધને સ્વીકારી રહ્યા નથી.
IFFCO ના ચેરમેન દિલીપ સંઘાણીએ આ વિશે પુષ્ટિ કરી છે કે ડો. અવસ્થી હવે એમડી નહીં રહે. તેમણે જણાવ્યું હતું કે, IFFCO બોર્ડ મીટિંગમાં, ડો. અવસ્થીએ પોતે 80 વર્ષની ઉંમરનો ઉલ્લેખ કરીને 31 જુલાઈ પછી કામ ન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે બોર્ડનો આભાર વ્યક્ત કર્યો છે. હવે નવા એમડી 31 જુલાઈએ જ જોડાશે અને ડો. અવસ્થી નિવૃત્ત થશે. નવા એમડી કોણ હશે તે હજુ નક્કી થયું નથી.
ડો. ઉદય શંકર અવસ્થી લગભગ ત્રણ દાયકાથી IFFCOના MD તરીકે કાર્યરત છે. લોકો તેમને ફર્ટિલાઇઝર મેન ઑફ ઈન્ડિયાના રૂૂપે જાણેછે. ડો. અવસ્થી 1993માં IFFCOના MD બન્યા હતા અને અત્યાર સુધી આ પદ પર રહ્યા છે. વર્ષ 2021માં, ઈઇઈં એ તેમની સામે કથિત અનિયમિતતાઓ માટે ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો હતો. જોકે, તેમણે IFFCOને વિશ્વની નંબર વન સહકારી કંપની બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ડો. અવસ્થી બનારસ હિન્દુ યુનિવર્સિટી (ઇઇંઞ) માંથી કેમિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક છે.