જાહેર સાહસોનો ડિવિડન્ડ રેકોર્ડ: વર્ષ પુરું થતાં પૂર્વે સરકારી તિજોરી છલકાઇ
- ચાલુ નાણાકીય વર્ષ પુરૂં થવા માટે બે સપ્તાહ બાકી છે ત્યારે 61419 કરોડ આવ્યા
સરકાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ડિવિડન્ડમાંથી સારી કમાણી કરી રહી છે. ઙજઞતએ અત્યાર સુધી ચાલુ નાણાકીય વર્ષમાં એટલું ડિવિડન્ડ આપ્યું છે કે સરકારની તિજોરી ભરાઈ ગઈ છે અને નવો રેકોર્ડ સર્જાયો છે.નાણા મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, તે બિન-નાણાકીય કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો જેમાં સરકારનો લઘુમતી હિસ્સો છે, તેણે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં સરકારને રૂૂ. 61,149 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું છે. આ આંકડો આ કંપનીઓ પાસેથી મળેલા ડિવિડન્ડનો નવો રેકોર્ડ છે. એક નવો રેકોર્ડ પહેલેથી જ બની ગયો છે, જ્યારે ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવામાં હજુ બે અઠવાડિયા બાકી છે.
નાણાકીય ક્ષેત્ર સિવાયના ઙજઞત પાસેથી મળેલા ડિવિડન્ડનો આ આંકડો નાણાકીય વર્ષ 2023-24ના સુધારેલા અંદાજ કરતાં 22 ટકા વધુ છે. સૌ પ્રથમ, ચાલુ નાણાકીય વર્ષમાં આ ઙજઞત તરફથી રૂૂ. 43 હજાર કરોડના ડિવિડન્ડનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. બાદમાં તેને સુધારીને 50 હજાર કરોડ રૂૂપિયા કરવામાં આવી હતી. ડિવિડન્ડમાંથી અત્યાર સુધીનું કલેક્શન સુધારેલા અંદાજ કરતાં રૂૂ. 1,100 કરોડ વધુ છે.
આંકડા દર્શાવે છે કે માત્ર માર્ચ મહિનામાં જ અત્યાર સુધી આ સરકારી કંપનીઓએ તિજોરીમાં લગભગ 10 હજાર કરોડ રૂૂપિયાનું ડિવિડન્ડ જમા કરાવ્યું છે. મહિનાના છેલ્લા બે અઠવાડિયામાં ડિવિડન્ડમાંથી વધુ કલેક્શનની અપેક્ષા છે, જેનાથી સરકારી તિજોરીને વધુ ફાયદો થઈ શકે છે અને ડિવિડન્ડથી કમાણનો રેકોર્ડ પણ મોટો બની શકે છે.ડિવિડન્ડની આવકનો રેકોર્ડ બનાવવામાં ઓઈલ કંપનીઓએ મોટો ફાળો આપ્યો છે. સ્થાનિક બજારમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં લાંબા સમય સુધી કોઈ ફેરફાર ન થવાને કારણે સરકારી ઓઈલ કંપનીઓને સારો નફો થયો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધુ વધારો ન થયો, જેના કારણે ડિવિડન્ડમાં પણ વધારો થયો. અન્ય ઘણી કંપનીઓએ પણ ડિવિડન્ડ વધારવામાં ફાળો આપ્યો હતો.
કોણે ડિવિડન્ડ આપ્યા?
આ મહિને અત્યાર સુધીમાં જે પીએસયુએ ડિવિડન્ડ ચૂકવ્યું છે તેમાં પાવર ગ્રીડ કોર્પોરેશને સૌથી વધુ રૂૂ. 2,149 કરોડ ચૂકવ્યા છે. આ સિવાય કોલ ઈન્ડિયાએ રૂૂ. 2043 કરોડ, NTPC રૂ 1115 કરોડ, HAL રૂ 1054 કરોડ, NMDC રૂૂ. 1024 કરોડ, NHPC રૂ 948 કરોડ, PFCરૂૂ. 647 કરોડ, NALCOરૂ 188 કરોડ અને કોચીન શિપયાર્ડે રૂૂ. 67 કરોડનું યોગદાન આપ્યું હતું.