For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બજેટમાં ભેદભાવ, ઇન્ડિયા ગઠબંધનનો સંસદમાં વિરોધ

11:29 AM Jul 24, 2024 IST | Bhumika
બજેટમાં ભેદભાવ  ઇન્ડિયા ગઠબંધનનો સંસદમાં વિરોધ
Advertisement

શનિવારની નીતિ આયોગની બેઠકનો વિરોધ પક્ષના તમામ મુખ્યમંત્રીઓ બહિષ્કાર કરશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં અવોલા બજેટને ભેદભાવપૂર્ણ ગણાવી આજે ઇન્ડિયા બ્લોકના સાંસદોએ સંસદમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. સંભવન આગામી તા.27ના યોજાનાર નીતિ આયોગની બેઠકનો પણ વિરોધ પક્ષના તમામ મુખ્યમંત્રીઓ બહિસ્કાર કરનાર છે.

Advertisement

નરેન્દ્ર મોદી સરકારની ભેદભાવ ભરી નીતિઓનો નજારો કેન્દ્રિય બજેટમાં પણ જોવા મળ્યો છે. કેટલાક રાજ્યોને વિશેષ બજેટ તો કેટલાક રાજ્યોની અવગણના કરાતા વિપક્ષે સંસદમાં વિરોધની જાહેરાત કરી હતી.
વિરોધ પક્ષોએ દી સરકારના પ્રથમ બજેટને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે અને આજે સવારે 10.30 કલાકે વિપક્ષી પાર્ટીઓના ઈન્ડિયા એલાયન્સના નેતાઓ સંસદમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ઈન્ડિયા ગઠબંધનનો આરોપ છે કે કેન્દ્રીય બજેટમાં રાજ્યોના અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે વિપક્ષી દળોની બેઠક યોજાઈ અને આ દરમિયાન તમામ નેતાઓ એકઠા થયા હતા. આ બેઠકમાં રાહુલ ગાંધી, શરદ પવાર, જયરામ રમેશ, પ્રમોદ તિવારી, સંજય સિંહ, ડેરેક ઓથબ્રાયન, કલ્યાણ બેનર્જી, ટીઆર બાલુ, તિરુચી શિવા, સંતોષ કુમાર, સંજય રાઉત, મોહમ્મદ બસીર, હનુમાન બેનીવાલ સહિત ઘણા નેતાઓએ ભાગ લીધો હતો. જો કે આ બેઠકમાં સમાજવાદી પાર્ટીના કોઈ નેતાએ હાજરી આપી ન હતી.

અહેવાલો અનુસાર, કેન્દ્રીય બજેટથી નારાજ વિરોધ પક્ષોના તમામ મુખ્યમંત્રીઓ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરી શકે છે. જણાવી દઈએ કે નીતિ આયોગની બેઠક 27 જુલાઈના રોજ યોજાવાની છે. ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મોટાભાગના પક્ષો નીતિ આયોગનો બહિષ્કાર કરવાની તરફેણમાં છે. જો કે, મમતા બેનર્જી આ બેઠક માટે 26 જુલાઈએ જ દિલ્હી પહોંચી રહ્યા છે.
ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં જેલમાં બંધ એએપી ક્ધવીનર અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય અંગે પણ ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ઈન્ડિયા એલાયન્સના નેતાઓએ કેજરીવાલની બગડતી તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય અંગે ટૂંક સમયમાં જ ઈન્ડિયા એલાયન્સ સંયુક્ત નિવેદન બહાર પાડશે.

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું કે, તેઓ કેન્દ્રીય બજેટમાં તમિલનાડુની અવગણનાને લઈને 27 જુલાઈએ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરશે. સ્ટાલિને આક્ષેપ કર્યો હતો કે નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર વાજબી છે, કારણ કે કેન્દ્રએ તમિલનાડુની સંપૂર્ણ અવગણના કરી છે. તેમણે કહ્યું કે અમે તમિલનાડુના અધિકારો સુનિશ્ચિત કરવા માટે લોકોની કોર્ટમાં લડત ચાલુ રાખીશું.

Advertisement
Tags :
Advertisement
Advertisement