For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહારાષ્ટ્રમાં પરાજયના પગલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું રાજીનામું

05:58 PM Nov 25, 2024 IST | Bhumika
મહારાષ્ટ્રમાં પરાજયના પગલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું રાજીનામું
Advertisement

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ નબળા પરિણામોના કારણે પાર્ટીમાં સંઘર્ષ શરૂૂ થયો છે અને પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ રાજીનામું આપી દીધું છે. નાના પટોલેએ ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનની જવાબદારી લીધી છે અને પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે નાના પટોલેનું રાજીનામું હજુ સુધી સ્વીકારવામાં આવ્યું નથી. તેઓ પાર્ટીના અધ્યક્ષ તરીકે કામ કરવાનું ચાલુ રાખશે. એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્ર કોંગ્રેસમાં આવનારા કેટલાક દિવસોમાં વિખવાદ વધુ તીવ્ર બની શકે છે. રાહુલ ગાંધી, ખડગે સહિત ઘણા નેતાઓએ આ પરિણામોની વિગતવાર સમીક્ષા કરવાની વાત કરી છે.
નાના પટોલે પોતે આ ચૂંટણી માંડ 208 મતોથી જીતી શક્યા હતા. તેમના સિવાય બે અન્ય વરિષ્ઠ નેતાઓ પૃથ્વીરાજ ચવ્હાણ અને બાળાસાહેબ થોરાટને પણ હારનો સામનો કરવો પડ્યો છે.

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 16 બેઠકો મળી શકી હતી. કોંગ્રેસ એક સમયે મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી હતી, પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓથી તેની સ્થિતિ ઘટી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement