ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અંબાણીના લગ્નોત્સવમાં વિશ્ર્વભરના મહાનુભાવો મહેમાન

11:03 AM Jul 12, 2024 IST | admin
Advertisement

રાજ્કીય અગ્રણીઓ, મલ્ટિનેશનલ કંપનીના માલિકો, મીડિયા માંધાતાઓ, હોલીવૂડના સિતારાઓ ઊમટી પડયા

Advertisement

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજરોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલના લગ્ન કેટલા ભવ્ય થવા જઈ રહ્યા છે તે જોવા માટે દરેક લોકો ઉત્સુક છે. લગ્નની વિધિઓ પરથી અનુમાન લગાવી શકાય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ખૂબ જ ભવ્ય હશે.

લગ્નમાં આવનાર મહેમાનોની યાદી પણ સામે આવી છે, જેમાં રાજકારણીઓ અને મનોરંજન ઉદ્યોગની જાણીતી હસ્તીઓના નામ સામેલ છે.

અમેરિકન મીડિયા પર્સનાલિટી ક્લોઈ કાર્દાશિયન, કિમ કાર્દાશિયન, બ્રિટિશ રાઇટર જય શેટ્ટી અને ભૂતપૂર્વ બ્રિટિશ પીએમ ટોની બ્લેર અને બોરિસ જોનસન જેવી સેલિબ્રિટી આ કપલના લગ્નમાં હાજરી આપી શકે છે.
રિપોર્ટ્સ અનુસાર, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, બંગાળના દીદી મમતા બેનર્જી, આંધ્રપ્રદેશના એન ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ, તમિલનાડુના એમકે સ્ટાલિન જેવા મંત્રીઓના નામ સામેલ છે. આ સિવાય ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ જેવા રાજનેતાઓ આ દંપતીને આશીર્વાદ આપવા આવી શકે છે.

Tags :
ambanifamilyanantradhikacheafguestindiaindia newsmarriageceremony
Advertisement
Next Article
Advertisement