For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હરાજીના પ્રથમ દિવસે ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, પડિક્કલ અનસોલ્ડ

02:01 PM Nov 25, 2024 IST | Bhumika
હરાજીના પ્રથમ દિવસે ડેવિડ વોર્નર  જોની બેયરસ્ટો  પડિક્કલ અનસોલ્ડ
Advertisement

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 સીઝનની બે દિવસીય મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર ડેવિડ વોર્નરને પ્રથમ દિવસે સૌથી મોટો આંચકો લાગ્યો છે. તે 2 કરોડ રૂૂપિયાની બેઝ પ્રાઇઝ સાથે હરાજીમાં ઉતર્યો હતો, પરંતુ કોઈએ તેને ખરીદ્યો ન હતો. આવું જ કંઈક ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોની બેયરસ્ટો અને ભારતીય યુવા સ્ટાર દેવદત્ત પડિકલને પણ કોઇએ ટીમે ખરીદ્યો નથી.

વોર્નર ગત સીઝનમાં દિલ્હી કેપિટલ્સ (ડીસી)નો ભાગ હતો. પરંતુ ફ્રેન્ચાઇઝીએ તેને રીલિઝ કરી દીધો છે. જ્યારે વોર્નરે પણ હરાજીમાં રસ દાખવ્યો ન હતો. વોર્નરે 2018માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આઈપીએલનું ટાઇટલ જીત્યું હતું. આ ખેલાડી આઇપીએલમાં સૌથી વધુ સાતત્યપૂર્ણ રહ્યો છે. જ્યારે બેયરસ્ટો ગત સીઝનમાં પંજાબ કિંગ્સ તરફથી રમ્યો હતો. ગત સીઝનમાં તેને 6.75 કરોડ રૂૂપિયા મળ્યા હતા. પરંતુ આ વખતે પંજાબે તેને રીલિઝ કરી દીધો હતો. હરાજીમાં પણ ફ્રેન્ચાઇઝીએ બેયરસ્ટોને ખરીદવામાં રસ દાખવ્યો ન હતો.

Advertisement

પડિક્કલ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ત્યાં તે પર્થ ટેસ્ટમાં રમી રહ્યો છે. પરંતુ કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ હરાજીમાં પડિક્કલને ખરીદવામાં રસ દાખવ્યો ન હતો. પડિક્કલ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તે 2020માં આરસીબી માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. પરંતુ આ પછી તે રાજસ્થાનની ટીમ સાથે જોડાતા જ તેનું ફોર્મ ખરાબ થયું હતું. પડિક્કલે 2024 સીઝનની 12 મેચોમાં 20.66ની એવરેજ અને 121ના સ્ટ્રાઈક રેટથી કુલ 248 રન બનાવ્યા હતા. પડિક્કલે વર્ષ 2021માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું.

આ ખેલાડીઓ પ્રથમ દિવસે વેચાયા ન હતા
દેવદત્ત પડ્ડિકલ
ડેવિડ વોર્નર
જોની બેયરસ્ટો
વકાર સલામખિલ
યશ ધુલ
અનમોલપ્રીત સિંહ
ઉત્કર્ષ સિંહ
લવનીત સિસોદિયા
ઉપેન્દ્ર સિંહ યાદવ
કાર્તિક ત્યાગી
પિયુષ ચાવલા
શ્રેયસ ગોપાલ

Advertisement
Tags :
Advertisement
Advertisement