ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તારીખ પે તારીખ: મહારાષ્ટ્ર કેબિનેટનું હવે કાલે વિસ્તરણ

10:52 AM Dec 14, 2024 IST | Bhumika
Advertisement

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિની ભવ્ય જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શિવસેનાના નેતા એકનાથ શિંદે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (ગઈઙ)ના વડા અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહ બાદ હવે તમામની નજર રાજ્ય કેબિનેટ પદોની ફાળવણી પર છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્ર સરકાર 15 ડિસેમ્બરે કેબિનેટનું વિસ્તરણ કરશે.

Advertisement

લગભગ 30 નવા મંત્રીઓ શપથ લે તેવી શક્યતા છે. આ શપથ ગ્રહણ નાગપુરમાં યોજાશે.
મહારાષ્ટ્ર વિધાનસભાનું અઠવાડિયાનું શિયાળુ સત્ર 16 ડિસેમ્બરથી રાજ્યની બીજી રાજધાની નાગપુરમાં શરૂૂ થશે. આ સત્ર દરમિયાન રાજ્યના વિકાસ અને અન્ય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
મહારાષ્ટ્ર મંત્રી પરિષદમાં મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ 43 મંત્રી બનાવી શકાય છે. સૂત્રોએ જણાવ્યું કે ભાજપને 20-21 મંત્રી પદો મળી શકે છે, જ્યારે શિવસેનાને 11-12 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને 9-10 મંત્રી પદો મળી શકે છે.

બીજેપી મહારાષ્ટ્ર યુનિટના વડા ચંદ્રશેખર બાવનકુલે શુક્રવારે કેબિનેટની રચનાને અંતિમ સ્વરૂૂપ આપવા માટે નાયબ મુખ્ય પ્રધાનો શિંદે અને અજિત પવારને અલગ-અલગ મળ્યા હતા. દક્ષિણ મુંબઈમાં પવારના દેવગિરી બંગલામાં ઉગ્ર ચર્ચા થઈ હતી, જ્યાં તેઓ તેમના પક્ષના નેતાઓને મળ્યા હતા.

Tags :
indiaindia newsMaharashtraMaharashtra cabinetMaharashtra news
Advertisement
Next Article
Advertisement