ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મીઠું અને ખાંડમાં માઇક્રોપ્લાસ્ટિકનું ખતરનાક પ્રમાણ

04:39 PM Aug 14, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

ભારતની વિવિધ બ્રાન્ડોના સ્ટડીમાં ચોંકવનારો ખુલાસો

Advertisement

ભારતીય બજારમાં વેચાતા મીઠા અને ખાંડની તમામ બ્રાન્ડમાં માઇક્રોપ્લાસ્ટિકના કણો મળી આવ્યા છે, પછી ભલે તે મોટી બ્રાન્ડ હોય કે નાની બ્રાન્ડ, પેકેજ્ડ હોય કે છૂટક વેચાણ. મંગળવારે પ્રકાશિત થયેલા એક સ્ટડીમાં આ દાવો કરવામાં આવ્યો છે. પર્યાવરણ અનુસંધાન સંગઠન ટોક્સિક્સ લિંક એ મીઠા અને ખાંડમાં માઈક્રોપ્લાસ્ટિક્સ શીર્ષકથી અભ્યાસ હાથ ધર્યો હતો.

સંસ્થાએ આ નિષ્કર્ષ પર પહોંચવા માટે ટેબલ મીઠું, સેંધા મીઠું, દરિયાઈ મીઠું અને સ્થાનિક કાચું મીઠું સહિત 10 પ્રકારના મીઠાનો અભ્યાસ કર્યો હતો. ઓનલાઈન અને સ્થાનિક બજારોમાંથી ખરીદેલી પાંચ પ્રકારની ખાંડની પણ તપાસ કરી. અભ્યાસમાં તમામ મીઠા અને ખાંડના નમૂનાઓમાં માઇક્રો પ્લાસ્ટિક્સની હાજરીની ખબર પડી હતી, જે ફાઇબર, ગોળીઓ, ફિલ્મ અને ટુકડાઓ સહિત વિવિધ સ્વરૂૂપોમાં હાજર હતા. આ માઇક્રોપ્લાસ્ટિક્સનું કદ 0.1 મિલીમીટર (મિમિ) થી લઈ પાંચ મિમિ સુધીનું હતું.

રિસર્ચ પેપર મુજબ, બહુરંગી પાતળા રેસા અને ફિલ્મોના રૂૂપમાં માઇક્રોપ્લાસ્ટિક્સની સૌથી વધુ માત્રા આયોડીન યુક્ત મીઠામાં મળી આવી હતી. ટોક્સિક્સ લિંકના સ્થાપક-નિર્દેશક રવિ અગ્રવાલે જણાવ્યું હતું કે, અમારા અભ્યાસનો હેતુ માઇક્રોપ્લાસ્ટિક્સ પરના વર્તમાન વૈજ્ઞાનિક ડેટાબેઝમાં યોગદાન આપવાનો હતો જેથી વૈશ્વિક પ્લાસ્ટિક સંધિ આ મુદ્દાને નક્કર અને કેન્દ્રિત રીતે સમાધાન કરી શકે. ટોક્સિક્સ લિંકના એસોસિયેટ ડિરેક્ટર સતીશ સિંહાએ જણાવ્યું હતું કે, અમારા અભ્યાસમાં તમામ મીઠા અને ખાંડના નમૂનાઓમાં નોંધપાત્ર પ્રમાણમાં માઇક્રોપ્લાસ્ટિકની માત્રા મળવી ચિંતાજનક છે. લાંબા ગાળાની આરોગ્ય અસરોમાં તાત્કાલિક અને વ્યાપક સંશોધનની જરૂૂર છે.

માઇક્રોપ્લાસ્ટિક એ વધતી જતી વૈશ્વિક ચિંતા છે કારણ કે તે આરોગ્ય અને પર્યાવરણ બંનેને નુકસાન પહોંચાડી શકે છે. પ્લાસ્ટિકના આ નાના કણો ખોરાક, પાણી અને હવા દ્વારા માનવ શરીરમાં પ્રવેશી શકે છે તાજેતરના સંશોધનમાં ફેફસાં, હૃદય અને માતાના દૂધમાં માઇક્રોપ્લાસ્ટિક જોવા મળ્યું છે. અગાઉના સંશોધન મુજબ, સરેરાશ ભારતીય દરરોજ 10.98 ગ્રામ મીઠું અને લગભગ 10 ચમચી ખાંડ વાપરે છે, જે વિશ્વ આરોગ્ય સંસ્થાની ભલામણ મર્યાદા કરતાં ઘણું વધારે છે.

મીઠું-ખાંડ સાથે માઇક્રોપ્લાસ્ટિક ખાઈ રહ્યા છે
સંશોધન પેપર મુજબ, મીઠાના નમૂનાઓમાં માઇક્રોપ્લાસ્ટિક્સની સાંદ્રતા પ્રતિ કિલોગ્રામ મીઠામાં 6.71 થી 89.15 ટુકડાઓ સુધી હતી. અભ્યાસ મુજબ, આયોડીન યુક્ત મીઠામાં માઇક્રોપ્લાસ્ટિક્સની સાંદ્રતા સૌથી વધુ (89.15 ટુકડાઓ પ્રતિ કિલોગ્રામ) હતી, જ્યારે ઓર્ગેનિક સેંધા નમકમાં સૌથી ઓછું (6.70 ટુકડાઓ પ્રતિ કિલોગ્રામ) હતું. ખાંડના નમૂનાઓમાં માઇક્રોપ્લાસ્ટિક્સની સાંદ્રતા 11.85 થી 68.25 ટુકડાઓ પ્રતિ કિલોગ્રામ જોવા મળી હતી, જેમાં બિન-ઓર્ગેનિક ખાંડમાં સૌથી વધુ સાંદ્રતા જોવા મળી હતી.

Tags :
Dangerous amounts of microplasticsindiaindia newssalt and sugar
Advertisement
Advertisement