For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતના રહસ્યો પાક.ને મોકલતો સીઆરપીએફનો જવાન ઝડપાયો

04:50 PM May 26, 2025 IST | Bhumika
ભારતના રહસ્યો પાક ને મોકલતો સીઆરપીએફનો જવાન ઝડપાયો

દેશમાં ભાંગફોડિયા તત્ત્વો સામેનું અભિયાન જારી

Advertisement

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ દિલ્હીથી એક CRPF જવાનની ધરપકડ કરી છે. આરોપ છે કે તે દેશ સાથે સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલતો હતો. રિપોર્ટ અનુસાર, સૈનિકને માહિતી મોકલવા બદલ પૈસા મળતા હતા. આ કામ માટે તેમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. ભારતના ઓપરેશન સિંદૂર પછી, દેશમાંથી ઘણા જાસૂસો પકડાયા છે. તાજેતરમાં જ જ્યોતિ મલ્હોત્રા નામના યુટ્યુબરની પણ જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

NIA એ CRPF જવાનની પૂછપરછ શરૂૂ કરી દીધી છે. તે સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાના સંપર્કમાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, સૈનિકે સોશિયલ મીડિયા દ્વારા દેશ સાથે સંબંધિત ગુપ્ત માહિતી મોકલવાનું શરૂૂ કર્યું હતું. આના બદલામાં તેને પૈસા પણ મળ્યા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement