For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુપીમાં સપાના 7 MLAના ક્રોસ વોટિંગથી ભાજપને વધુ એક બેઠક

11:36 AM Feb 28, 2024 IST | Bhumika
યુપીમાં સપાના 7 mlaના ક્રોસ વોટિંગથી ભાજપને વધુ એક બેઠક

દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ઉત્તરપ્રદેશની 10 રાજ્યસભા બેઠક માટે ચૂંટણી યોજાયા બાદ પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં ભાજપનો 8 બેઠક પર અને બે બેઠક પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે. નોંધનીય છે કે, યુપીમાં સપાને મોટો ફટકો પડ્યો છે. સપાના 7 ધારાસભ્યોએ ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું.

Advertisement

રાજ્યસભાની 10 બેઠક માટે ભાજપે 8 ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જેમાં સુધાંશુ ત્રિવેદીને 38 મત, આરપીએન સિંહ 37 મત, અમરપાલ મૌર્યને 38 મત, તેજપાલ સિંહને 38 મત, નવીન જૈનને 38 મત, સાધના સિંહને 38 , સંગીતા બળવંતને 38 મત, સંજય શેઠ. સમાજવાદી પાર્ટીના જયા બચ્ચનને સૌથી વધુ 41 મત મળ્યા હતા, રામજી લાલ સુમનને 37 મત મળ્યા હતા. જ્યારે સપાના ત્રીજા ઉમેદવાર આલોક રંજનને 19 વોટ મળતા હારનો સામનો કરવો પડ્યો છે.
ક્રોસ વોટિંગના પગલે યુપીમાં ભાજપના આઠમા ઉમેદવાદરની પણ જીત થઈ છે. ઉત્તર પ્રદેશની 10 ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો માટે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપે પોતાનો 8મો ઉમેદવાર પણ ઉભો રાખ્યો હતો. તેથી 10 બેઠકો માટે 11 ઉમેદવારો મેદાનમાં હતા. અગાઉ ભાજપના 7 અને સમાજવાદી પાર્ટીના 3 ઉમેદવારો હતા.

ત્રણેય ઉમેદવારોના વિજય સાથે કર્ણાટકે કોંગ્રેસની લાજ રાખી
રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં કર્ણાટકમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારો જીત્યા છે. જ્યારે એક બેઠક ભાજપના ફાળે ગઈ છે. કોંગ્રેસ પાર્ટી તરફથી અજય માકન, નાસિર હુસૈન અને જીસી ચંદ્રશેખર જીત્યા છે. જ્યારે એક બીજેપીના નારાયણ બંદીગેએ જીત મેળવી છે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન પણ ક્રોસ વોટિંગ પણ થયું હતું. કર્ણાટકમાં બીજેપી ધારાસભ્ય એસટી સોમશેકરે ક્રોસ વોટિંગ કર્યું હતું. જ્યારે શિવરામ હબ્બર મતદાનથી દૂર રહ્યા હતા. ચૂંટણીમાં ભાજપને 48 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 139 અને જેડીએસને 35 વોટ મળ્યા હતા. કર્ણાટકમાં અપક્ષ ધારાસભ્યો જનાર્દન રેડ્ડી, લથા મલ્લિકાર્જુન, પુટ્ટસ્વામી ગૌડા અને દર્શન પુટ્ટનૈયાએ કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં મતદાન કર્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement