હરિયાણાના પાણીપતમાં મતગણતરી અટકી, કોંગ્રેસે EVMમાં ગરબડનો આરોપ લગાવ્યો
11:07 AM Oct 08, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
હરિયાણાની 90 વિધાનસભા સીટો માટે મતગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડમાં ઉલટફેર આવ્યો છે. ભાજપને બહુમતી મળી છે. તેઓ 46 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 36 સીટો પર આગળ છે. જો કે કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે રાજ્યમાં તેમની સરકાર બનશે.
આ દરમિયાન પાણીપત શહેરી વિધાનસભાની મતગણતરી રોકી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આ મતગણતરી અટકાવવામાં આવી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મશીનોમાં હેરાફેરી કરવામાં આવી છે. મશીનોમાં બેટરી 99%થી વધુ બતાવવામાં આવી છે
તેમાં ભાજપના 65%થી વધુ વોટ બતાવવામાં આવી રહ્યા છે, તેથી મતગણતરી અટકાવવામાં આવી. કોંગ્રેસના ઉમેદવાર વિરેન્દ્ર શાહ મતગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા છે. કોંગ્રેસના એજન્ટે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી હરિયાણામાં ભાજપે મોટો ઉલટ ફેર સર્જ્યો છે. પાર્ટી 47 સીટો પર આગળ ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસ 38 પર આવી ગઈ છે.
Next Article
Advertisement