For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમિત માલવિયા અને અર્નબ ગોસ્વામી સામે કોંગ્રેસનો કેસ

11:09 AM May 21, 2025 IST | Bhumika
અમિત માલવિયા અને અર્નબ ગોસ્વામી સામે કોંગ્રેસનો કેસ

Advertisement

કોંગ્રેસ પાર્ટીએ ભાજપના નેતા અમિત માલવિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને એક પત્રકારે સાથે મળીને જૂઠાણું ફેલાવ્યું છે કે કોંગ્રેસ પાર્ટીનું મુખ્યાલય તુર્કીની રાજધાની ઇસ્તંબુલમાં છે.

કોંગ્રેસ પાર્ટીએ ભાજપના નેતા અમિત માલવિયા અને એક વરિષ્ઠ પત્રકાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતા અને આઈટી સેલના વડા અમિત માલવિયા અને વરિષ્ઠ પત્રકાર અર્ણબ ગોસ્વામીએ જાણી જોઈને ખોટી માહિતી ફેલાવી છે કે કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય તુર્કીમાં છે જેથી કોંગ્રેસની છબી ખરાબ થાય. આ કેસ વિશે માહિતી આપતાં, કોંગ્રેસના કાનૂની વિભાગે જણાવ્યું હતું કે આવી ખોટી માહિતી ફેલાવવાનો હેતુ કોંગ્રેસ પક્ષની છબી ખરાબ કરવાનો, અશાંતિ ફેલાવવાનો અને રાષ્ટ્રીય સુરક્ષાને નબળી પાડવાનો છે, તે લોકશાહી પર સીધો હુમલો કરવાનો પ્રયાસ હતો.

Advertisement

યુથ કોંગ્રેસ લીગલ સેલે એફઆઇઆરની નકલ જાહેરમાં શેર કરી અને માહિતી આપી કે બંનેએ સાથે મળીને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. હવે આપણે ચૂપ નહીં બેસીએ. કેસ દાખલ કરનાર યુથ કોંગ્રેસ લીગલ સેલના વડા શ્રીકાંત સ્વરૂૂપે જણાવ્યું હતું કે, આ બંને દ્વારા કરવામાં આવેલો આ દાવો સંપૂર્ણપણે ખોટો છે, કોંગ્રેસ પાર્ટીનું ઇસ્તંબુલમાં કોઈ કાર્યાલય નથી. આવા નિવેદનો આપીને, તેઓએ દેશના એક મુખ્ય રાજકીય પક્ષને બદનામ કરવાનો અને રાષ્ટ્રવાદી લાગણીઓ સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો છે.

વરૂૂપ માલવિયાના મતે, ગોસ્વામીના કાર્યો ભારતના લોકશાહી પાયા પર ભયંકર હુમલો છે. આ કૃત્ય ગુનાહિત ઇરાદાથી કરવામાં આવ્યું છે. બંનેએ પોતાના પ્રભાવનો દુરુપયોગ કર્યો છે. તેથી તેમને સૌથી કઠોર સજા મળવી જોઈએ. સ્વરૂૂપે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, માહિતી અને પ્રસારણ મંત્રાલય, સીબીઆઈ અને અન્ય એજન્સીઓને આ કેસની પ્રાથમિકતાના ધોરણે તપાસ કરવા અપીલ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement