For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમિત શાહ વિરૂધ્ધ ટિપ્પણી: રાહુલને ઝારખંડ હાઇકોર્ટનો ઝટકો

05:59 PM Feb 23, 2024 IST | Bhumika
અમિત શાહ વિરૂધ્ધ ટિપ્પણી  રાહુલને ઝારખંડ હાઇકોર્ટનો ઝટકો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઝારખંડ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. 2018માં અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણીના કેસમાં ચુકાદો આપતી વખતે કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી. હવે આ મામલામાં રાહુલ વિરુદ્ધ નીચલી કોર્ટમાં ટ્રાયલ ચાલશે. રાહુલ ગાંધીએ ખઙ ખકઅ કોર્ટના સમન્સ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. ગત સુનાવણીમાં કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

Advertisement

રાહુલે 2018માં બેંગલુરુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારે ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ વિજય મિશ્રાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ પછી તેની સામે અપરાધિક માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીને રદ કરવા માટે રાહુલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. 16 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીની લેખિત બાજુ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, ત્યારબાદ જસ્ટિસ અંબુજ નાથની બેન્ચે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

Advertisement

મોદી સરનેમ પર વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને સજા સંભળાવી હતી. આ જ આધાર પર તેમને લોકસભાની સદસ્યતા ગુમાવવી પડી હતી, જોકે બાદમાં સુપ્રીમ કોર્ટે સજા પર રોક લગાવી દીધી હતી, ત્યારબાદ તેમનું લોકસભા સભ્યપદ પુન:સ્થાપિત કરવામાં આવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement