રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બજેટ સત્રનો પ્રારંભ; નીટ-નેમપ્લેટ મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષો સજ્જ

11:04 AM Jul 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બિહાર, ઓડિશા, આંધપ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માંગ વચ્ચે છ બિલ રજૂ થશે: કાલે બજેટ

બજેટ સત્રમાં કેન્દ્ર સરકારે વિમાન અધિનિયમ અને જમ્મુ-કાશ્મીરના બજેટ માટે સંસદની મંજૂરી સહિત છ બિલ રજૂ કરવાની યોજના બનાવી છે. અન્ય બિલોમાં નાણાં બિલ, ઈમર્જન્સી મેનેજમેન્ટ કાયદો, ભારતીય વાયુયાન બિલ 2024, બોઈલર બિલ અને કોફી (સંવર્ધન અને વિકાસ) બિલ તથા રબર (સંવર્ધન અને વિકાસ) બિલનો સમાવેશ થાય છે.

દેશમાં આજથી બજેટ સત્ર શરૂૂ થયું રહ્યું છે, જે 12 ઑગસ્ટ સુધી ચાલશે. આ સત્રમાં 19 બેઠકો થશે. મંગળવારે કેન્દ્રીય નાણામંત્રી બજેટ રજૂ કરશે. આ સત્ર શરૂૂ થવાની પૂર્વ યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે લોકસભામાં ઉપાધ્યક્ષની માગ કરીને તેમજ નીટ પેપર લીક, યોગી સરકારના કાવડ યાત્રાના માર્ગમાં આવતી દુકાનો-લારીઓને નામ-ઓળખ જાહેર કરવાના આદેશ સહિતના મુદ્દા ઉઠાવીને સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે તેઓ આ સત્રને પણ તોફાની બનાવવા માટે તૈયાર છે. બીજીબાજુ એનડીએના સાથી પક્ષો જદયુ, બીજેડી અને વાયએસઆર કોંગ્રેસે બિહાર, ઓડિશા અને આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માગ કરી હતી.

સંસદનું આ સત્ર કેવું રહેશે તેના સંકેતો એ બાબત પરથી જ લગાવી શકાય છે કે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજૂએ ગૃહમાં કામગીરી સરળતાથી ચલાવવા માટે બધા જ પક્ષોને સહકાર આપવા વિનંતી કરી હતી. આ સમયે કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ વિપક્ષને સંસદમાં મુદ્દા ઉઠાવવાની મંજૂરી આપવાની માગ કરી હતી.
સૂત્રો મુજબ સમાજવાદી પક્ષના સાંસદ રામગોપાલ યાદવે ઉત્તર પ્રદેશ સરકારના કાવડ યાત્રાના માર્ગ પર આવતી દુકાનો-લારીઓ પર માલિકનું નામ બતાવવાનો વિવાદાસ્પદ આદેશ પસાર કર્યો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. વાયએસઆર કોંગ્રેસે આંધ્ર પ્રદેશમાં ટીડીપી સરકાર દ્વારા તેમના નેતાઓને કથિત રીતે નિશાન બનાવાતા હોવા મુદ્દે કેન્દ્ર સરકારની દરમિયાનગીરીની માગ કરી હતી.

વાયએસઆર કોંગ્રેસના સાંસદ વિજયસાઈ રેડ્ડીએ કેન્દ્રીય ભંડોળથી આંધ્ર પ્રદેશ માટે નાણાંનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો, પરંતુ આશ્ચર્યજનક બાબત એ રહી કે આંધ્ર પ્રદેશમાં ટીડીપીના બદલે વાયએસઆર કોંગ્રેસે રાજ્યને સ્પેશિયલ સ્ટેટસનો મુદ્દો ઉઠાવી લીધો હતો. તેમણે કહ્યું કે, વસતી નિયંત્રણનું અનુસરણ કરનારા રાજ્યોને મહેસૂલમાં ભાગીદારી મુદ્દદે દંડિત કરવામાં આવી રહ્યા છે અને આ મુદ્દાનું નાણાં પંચ દ્વારા સમાધાન લાવવું જોઈએ.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટ કરીને લખ્યું કે, સંસદ સત્ર પહેલાં થયેલી સર્વપક્ષીય બેઠકમા એનડીએના સાથી પક્ષ જદયુ નેતાએ બિહારને વિશેષ દરજ્જો આપવાની માગણી કરી છે. વાયએસઆર કોંગ્રેસના નેતાએ આંધ્ર પ્રદેશ માટે વિશેષ દરજ્જાની માંગ કરી હતી. રાજકીય વાતાવરણ કેવી રીતે બદલાઈ ગયું છે.

ગૃહના નેતાઓની સર્વપક્ષીય બેઠકમાં ભાજપ નેતાએ સંરક્ષણ મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને યાદ અપાવ્યું કે, ઓડિશામાં 2014ની વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઘોષણાપત્રમાં રાજ્ય વિશેષ શ્રેણીનો દરજ્જો આપવાનું વચ ન આપ્યું હતું. આ સાથે જયરામ રમેશે કહ્યું કે, દુ:ખદરૂૂપે ઐતિહાસિક સેન્ટ્રલ હોલ નવું સંસદ ભવન ખુલ્યા પછી બિનઉપયોગી થઈ ગયો છે. બધા સાંસદો ગૃહમાં એકબીજાને હળી-મળી શકે તે માટે સેન્ટ્રલ હોલ ફરી ખોલવો જોઈએ.

સર્વક્ષીય બેઠક યોજાઇ

કેન્દ્ર સરકારે બજેટ સત્ર પહેલાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના અધ્યક્ષપદે સર્વપક્ષીય બેઠકમાં બધા જ નાના રાજકીય પક્ષોને પણ ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. આ સાથે સરકારે બધા જ મુદ્દાઓ પર ચર્ચા કરવાની તેની તૈયારી હોવાના સંકેત આપ્યા છે. જોકે, સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજૂએ નિયમો મુજબ કામકાજ કરવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં 44 પક્ષોના પ્રતિનિધિઓ હાજર હતા.

Tags :
Budget Sessionindiaindia newsnet-nameplate issue
Advertisement
Next Article
Advertisement