કોલ્ડપ્લે કોન્સર્ટ કેન્સલ ? લાખોની ટિકિટ ખરીદનારા ફસાયા
સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા
ભારતમાં કોલ્ડપ્લે ટિકિટો અંગેનો વિવાદ ઘણા દિવસોથી ચર્ચાનો વિષય હતો. હવે સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે ભારતમાં યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટ રદ કરવામાં આવ્યો છે. આ સમાચાર પછી સવાલ એ ઉઠે છે કે જે લોકોએ તેની ટિકિટ માટે લાખો રૂૂપિયા ચૂકવ્યા હતા તેમના પૈસા કેવી રીતે પાછા મળશે.કોલ્ડપ્લે એ બ્રિટિશ રોક બેન્ડ છે, જેની રચના લંડનમાં 1996માં થઈ હતી. બેન્ડમાં ક્રિસ માર્ટિન, મુખ્ય ગાયક અને કીબોર્ડવાદક, જોશુઆ જોની બકલેન્ડ, ગિટાર, ગાય બેરીમેન, બાસ ગિટાર અને વિલ ચેઝ, ડ્રમ્સનો સમાવેશ થાય છે. કોલ્ડપ્લે તેના આકર્ષક સંગીત માટે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે.
જ્યાં પણ તેની કોન્સર્ટ યોજાય છે ત્યાં ટિકિટ ઝડપથી વેચાઈ જાય છે. મુંબઈ કોન્સર્ટમાં પણ આવું જ થયું. ઓનલાઈન આવતાની સાથે જ ટિકિટો વેચાઈ ગઈ હતી. આ પછી આ ટિકિટો બ્લેકમાં વેચવામાં આવી હતી અને લોકોએ કોન્સર્ટની ટિકિટો બ્લેકમાં ખરીદવા માટે દલાલોને લાખો રૂૂપિયા ચૂકવ્યા હતા. ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ કોલ્ડપ્લેની રિસેલ ટિકિટની કિંમત લાખોમાં હતી. જો કે હવે કોન્સર્ટ કેન્સલ થવાને કારણે જે લોકોએ બ્લેકમાં ઉંચા ભાવે ટિકિટ ખરીદી હતી તેમના પૈસા અટકી ગયા હોય તેમ લાગી રહ્યું છે.જો તમે કાયદેસર ટિકિટ બુકિંગ એપમાંથી કોલ્ડપ્લે કોન્સર્ટ ટિકિટો ખરીદી હોય, તો કોન્સર્ટ રદ થવાના કિસ્સામાં તમારા પૈસા પરત કરવામાં આવશે. જો કે, જો તમે બ્લેકમાં ટિકિટ લીધી હોય તો પૈસા પાછા મળવા લગભગ અશક્ય છે. તમને જણાવી દઈએ કે કોલ્ડપ્લે કોન્સર્ટ ટિકિટની સત્તાવાર કિંમત 25 હજારથી 35 હજારની વચ્ચે હતી. જ્યારે બ્લેકમાં આ ટિકિટો લગભગ 8 લાખ રૂૂપિયામાં વેચાઈ છે.