300 વિકેટ અને 3000 રનની સિદ્ધિ નોંધાવનાર જાડેજા ત્રીજો ઓલરાઉન્ડર
કાનપુરની ધરતી પર ‘બાપુ’ એ ઇતિહાસ રચ્યો
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર
ટીમ ઈન્ડિયાના મજબૂત સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આજે તેની 12 વર્ષની લાંબી ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત ટ્રિપલ સેન્ચુરી ફટકારી છે. રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2012માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને આજે તેણે કાનપુરની ધરતી પર ઈતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશ સામે કાનપુરમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે રવિન્દ્ર જાડેજાએ એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. 35 વર્ષના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં અનોખી ત્રેવડી સદી ફટકારી છે.
રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પૂરી કરી લીધી છે. રવિન્દ્ર જાડેજાએ 74 ટેસ્ટ મેચમાં 300 વિકેટ પોતાના નામે કરી લીધી છે. કાનપુરમાં બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ખાલિદ અહેમદને આઉટ કરીને રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં આ મોટી સિદ્ધિ મેળવી છે. બાંગ્લાદેશનો ફાસ્ટ બોલર ખાલિદ અહેમદ ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો 300મો શિકાર બન્યો છે.
રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો મેચ વિનર છે. રવિન્દ્ર જાડેજાએ 74 ટેસ્ટ મેચમાં 300 વિકેટ લીધી છે અને 3122 રન પણ બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ મેચોમાં 13 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લીધી છે. આ સિવાય રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ મેચમાં બે વખત 10 કે તેથી વધુ વિકેટ લીધી છે.
ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાના મામલે અનુભવી લેગ સ્પિનર અનિલ કુંબલે ટોચ પર છે. અનિલ કુંબલેએ ટેસ્ટ ક્રિકેટમાં 619 વિકેટ લીધી છે. ટેસ્ટ ક્રિકેટ સિવાય રવિન્દ્ર જાડેજાએ 197 વનડે મેચોમાં 220 અને 74 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 54 વિકેટ ઝડપી છે. રવિન્દ્ર જાડેજાએ ઓડીઆઇ મેચોમાં 2756 રન અને ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં 515 રન બનાવ્યા છે. આઈપીએલની 240 મેચોમાં રવિન્દ્ર જાડેજાએ 160 વિકેટ લીધી છે અને 2959 રન પણ બનાવ્યા છે.