પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરતી વખતે માંડ-માંડ બચ્યા CM ચંદ્રબાબુ નાયડુ!! રેલવે ટ્રેકની પાસે ઊભા હતા અને અચાનક જ આવી ટ્રેન, જુઓ વિડીયો
આંધ્રપ્રદેશમાં થોડા દિવસ પહેલા ભારે વરસાદના કારણે મોટું નુકસાન થયું છે. આ વરસાદના કારણે રાજ્યમાં 30થી વધુ લોકોના મોત થયા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુ આજે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. આ મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ માંડ-માંડ બચ્યા હતાં. પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ દરમિયાન એક હાઇ સ્પીડ ટ્રેન તેની ખૂબ નજીકથી પસાર થઈ. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટ્રેનની ઝડપ એકદમ ઝડપી હતી.
ચંદ્રાબાબુ નાયડુ રેલવે ટ્રેકની બાજુમાં એક પુલ પર ઉભા હતા. આ ઘટના વિજયવાડાના મધુરનગર પાસે બની હતી. મળતી માહિતી મુજબ સીએમ ચંદ્રબાબુ નાયડુ રેલવે બ્રિજ પર ઉભા રહીને બુડમેરુ નદીના પ્રવાહનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તેમની સાથે વહીવટી સ્ટાફ પણ હાજર હતો. એટલામાં જ એક હાઈસ્પીડ ટ્રેન તેમની પાસેથી પસાર થઈ. બીજી તરફ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે જીવન અને સંપત્તિની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે શુક્રવારે પણ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના પૂર પ્રભાવિત વિસ્તારોની તેમની બે દિવસીય નિરીક્ષણ યાત્રા ચાલુ રાખી હતી. કૃષિ પ્રધાન વિજયવાડા પહોંચ્યા અને કૃષિ ક્ષેત્રોનું નિરીક્ષણ કર્યું અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે વાતચીત કરી.
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, "આજે મેં મારા ખેડૂત ભાઈઓના ખેતર જોયા અને નુકસાનનું મૂલ્યાંકન કર્યું. ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. કેળા, હળદર, ડાંગર અને શાકભાજીના પાકને 100 ટકા નુકસાન થયું છે. ઘણા ખેડૂતો પાસે પોતાની ખેતી નથી. જમીન ભાડે લઈને ખેતી કરો, પરંતુ તેમનો પાક બરબાદ થઈ ગયો છે."