For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જમ્મુ કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, સેનાએ 1 આતંકવાદીને કર્યો ઠાર

05:44 PM Aug 24, 2024 IST | Bhumika
જમ્મુ કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ  સેનાએ 1 આતંકવાદીને કર્યો ઠાર
Advertisement

જમ્મુ-કાશ્મીરના સોપોરના રફિયાબાદમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. અને અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. આ કાર્યવાહી સોપોર પોલીસ અને 32 રાષ્ટ્રીય રાઈફલ્સના સંયુક્ત ઓપરેશનમાં કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં વધુ આતંકીઓ હોઈ શકે છે.

છેલ્લા કેટલાક દિવસોથી સેના પોલીસ સાથે મળીને આતંકીઓને શોધવા અને ઠાર મારવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સોમવાર (19 ઓગસ્ટ 2024), આતંકવાદીઓએ ડુડુના ચેલ વિસ્તારમાં સંયુક્ત પેટ્રોલિંગ પાર્ટી પર ગોળીબાર કર્યો હતો, જેમાં CRPF ઇન્સ્પેક્ટર કુલદીપ કુમાર શહીદ થયા હતા.

Advertisement

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. અહીં યોજાનારી ચૂંટણીમાં કોઈ ગડબડ ન થાય તે માટે કેન્દ્ર સરકારે ભારે સુરક્ષા દળો તૈનાત કર્યા છે. જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં અર્ધલશ્કરી દળોની લગભગ 300 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી ચૂંટણીમાં પડોશી દેશ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી તમામ ગતિવિધિઓનો જવાબ આપવા માટે સુરક્ષા દળો દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ગુરુવારે (22 ઓગસ્ટ 2024) સાંજે, નિયંત્રણ રેખા (LOC) પાર કરીને ભારતીય સરહદમાં ઘૂસેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને સુરક્ષા દળોએ પકડી પાડ્યો હતો. અઝહર નામનો આ ઘૂસણખોર અંકુશ રેખા પર ચકન દા બાગ પાસે પકડાયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement